સીએમ ભુપેન્દ્ર પટેલના દીકરાની હાલત અંગે મોટા સમાચાર, કોમામાં રહેલા અનુજ પટેલને…

CM Bhupendra Patel’s son Anuj Patel Health Update: ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel)ના પુત્ર અનુજ પટેલ (Anuj Patel Health Update)ની તબિયત મામલે એક મોટા…

CM Bhupendra Patel’s son Anuj Patel Health Update: ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel)ના પુત્ર અનુજ પટેલ (Anuj Patel Health Update)ની તબિયત મામલે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો અનુજ પટેલ હવે કોમામાંથી બહાર આવી ગયા છે અને તેમનો વેન્ટિલેટરનો સપોર્ટ પણ હટાવી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, મુંબઈ (Mumbai)ની હિન્દુજા હોસ્પિટલ (Hinduja Hospital) દ્વારા અનુજ પટેલના લેટેસ્ટ હેલ્થ અપડેટ (Anuj Patel Latest Health Update) જાહેર કરવામાં આવ્યા છે.

વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના 37 વર્ષના પુત્ર અનુજ પટેલની તબિયત હવે સુધારા પર છે. મુંબઈ સ્થિત હિન્દુજા હોસ્પિટલ દ્વારા સત્તાવાર હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. અનુજ પટેલની તબિયતમાં ધીમે ધીમે સુધારો થઇ રહ્યો હોવાનું હોસ્પિટલના સત્તાવાર નિવેદનમાં જણાવવામાં અવાયું છે. હોસ્પિટલે જણાવતા કહ્યુ છે કે, તેમની સંપૂર્ણ રિકવરી આવવામાં થોડો સમય લાગશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 30 એપ્રિલના રોજ અનુજ પટેલને બ્રેઈન હેમરેજ થયુ હોવાનું સામે આવ્યુ હતું. ત્યાર બાદ 1 મે ના રોજ અમદાવાથી એરલિફ્ટ કરી વધુ સારવાર અર્થે મુંબઈ લઇ જવામાં આવ્યા હતા. હાલ ડોકટરોની સલાહ મુજબ તેમની ટ્રીટમેન્ટ ચાલી રહી છે.

જેમાં આજે મંગળવારેના રોજ તેમને ફિઝિયોથેરાપીની સારવાર અર્થે મુંબઈની રિલાયન્સ ફાઉન્ડેશનની એચએલ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવશે. આ હોસ્પિટલમાં તેમને અંદાજે પંદર દિવસ ફિઝિયોથેરાપીની સારવાર આપવામા આવશે. ત્યારબાદ બાદ તેમને અમદાવાદ લાવવામાં આવશે, અને બાકીની ટ્રીટમેન્ટ અમદાવાદમાં કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *