અ’વાદના આ વિસ્તારમાં દિવાળી પહેલા જ ઝડપાયું વિલાયતી દારૂનું મોટું ગોડાઉન, મળ્યો લાખોનો મુદ્દામાલ

અમદાવાદ(Ahmedabad): ગુજરાત (Gujarat)માં દારૂબંધી(Prohibition of alcohol) હોવા છતાં પણ અવાર નવાર જથ્થાબંધ દારુ ઝડપાતો રહે છે. ત્યારે અમદાવાદ શહેરમાં ઠેર ઠેર દારૂ જુગારના અડ્ડા ધમધમતા થઈ ગયા છે. આવી સ્થિતિમાં ઓગણજ નજીક એક ગોડાઉનમાંથી સોલા હાઇકોર્ટ પોલીસે લાખો રૂપિયાનો દારૂનો જથ્થો કબ્જે કર્યો છે. પોલીસે ચોક્કસ બાતમી મળી હતી કે ઓગણજ એસ.પી રિંગરોડ પાસે આવેલ કપીધ્વજ એસ્ટેટમાં દારૂનો જથ્થો ઉતાર્યો છે. ત્યારે ત્યાં દરોડા પાડતા આ ખુલાસો થયો હતો.

મળતી માહિતી અનુસાર, પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે PSI પરમારને બાતમી મળી હતી કે, સરદાર પટેલ રિંગ રોડ નજીક ઓગણજ ગામની સીમમાં આવેલા કપિધ્વજ એસ્ટેટના 20 નંબરના સેડમાં કોઈએ મોટા પ્રમાણમાં વિદેશી દારૂ છુપાવ્યો છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન 3548 વિદેશી દારૂની બોટલ અને 1584 બિયર ના ટીન મળી 21.38 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

હાલ આ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સિનિયર પોલીસ અધિકારીઓએ પોતાની ટીમને તૈયાર કરી દીધી છે. આટલો બધો દારૂ ક્યાંથી આવ્યો અને તે કોને મોકલવાનો હતો તે અંગે તપાસ ચાલી રહી છે. મહત્વનું છે કે બુટલેગરે પોલીસથી બચવા ગોડાઉનમાં જ ચોર ખાનું તૈયાર કરાવ્યું હતું. જે ખસેડયા બાદ ગુપ્ત ખાનામાં દારૂની પેટીઓ સંતાડી રાખેલી પોલીસે કબ્જે કરી. એટલું જ નહીં ગોડાઉન માલિકે ધાબડા, ચાદર વેપાર કરવા ગોડાઉન ભાડે આપ્યું હતું પણ જેની આડમાં દારૂનો જથ્થો રાખ્યો હતો.

હાલ તો પોલીસે ગોડાઉનમાંથી વિપુલ ગોસ્વામી નામના આરોપી પકડાયો છે. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે કે દારૂ જથ્થો ક્યાં થી આવ્યો હતો અને કોને આપવાનો હતો જેને લઈ તપાસ શરૂ કરી છે. તેમજ ધરપકડ કરાયેલ વિપુલની પ્રાથમિક પૂછપરછમાં દારૂના વેપલામાં તેની સાથે વિપુલ નાઈ નામનો યુવક સંકળાયેલો હોવાનું જાણવા મળ્યું હતું. હાલ પોલીસ દ્વારા આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *