ગાંધીનગરમાં મહાવીર સ્વામીની મૂર્તિમાં થયો મોટો ચમત્કાર, જાણી તમે પણ ચોંકી ઉઠશો

અમદાવાદ- ગાંધીનગર હાઈવે પર મહાવીર જૈન આરાધના કેન્દ્ર ખાતે વર્ષમાં એક જ વાર થતી અલૌકિક ખગોળીય ઘટના જોવા માટે દરવર્ષે મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા હોય છે, પરંતુ હાલ કોરોના મહામારીના સંકટના કારણે લોકોને ઓનલાઈન યુટ્યૂબ પર દર્શન કર્યા હતા. અને ભગવાનના (Mahavir Swami Surya Tilak) દર્શનનો લાભ લીધો હતો.

આજે સૂર્ય ઊર્જાની મહત્તા વધી રહી છે ત્યારે સૂર્યના પ્રત્યક્ષ ચમત્કાર જેવી ઘટના દર વર્ષે ૨૨મી મેના રોજ અમદાવાદ-ગાંધીનગર હાઇવે પર આવેલા મહાવીર જૈન આરાધના કેન્દ્ર- કોબા ના દેરાસર ખાતે જોવા મળે છે. જે અંતર્ગત બપોરે ૨.૦૭ મિનિટે ભગવાન મહાવીર સ્વામી ના ભાલે સૂર્ય તિલક (Mahavir Swami Surya Tilak) થાય છે. આ નજારો અહીં વર્ષ-૧૯૮૭થી જોવા મળી રહ્યો છે.

અહીં વર્ષમાં એકવાર થતી ખગોળિય ઘટનામાં સૂર્યના કિરણો બપોરે જિનાલયમાં સ્થાપિત પ્રભુ મહાવીરની પ્રતિમા પર તિલક કરતાં હોય તેવું દ્રશ્ય સર્જાય છે. વર્ષ 1987 બાદ દર વર્ષે 22 મે ના રોજ સૂર્યતિલકના દર્શન થાય છે. ભક્તોએ ઓનલાઈન સૂર્યતિલકનો લાભ લઈ શકશે. હાલ કોરોના મહામારીના કારણે લોકો યુટ્યુબના માધ્યમથી લોકો દર્શન કરી શકશે.

ગાંધીનગરના મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં સૂર્ય તિલક કરતાં હોય તેવું દ્રશ્ય સર્જાય છે. ત્યારે હજારોની સંખ્યામાં ભક્તો તે નજારો જોવા માટે ઉમટતા હોય છે. આ પ્રસંગને ખાસ માનવામાં આવે છે. આજે બપોરે 2.07 મિનિટે જિનાલયમાં સ્થાપિત પ્રભુ મહાવીરની પ્રતિમા પર સૂર્યતિલક થયું હતું.

આ પ્રસંગને વિજ્ઞાન અને ધર્મને જોડતો અદભૂત સમન્વય માનવામાં આવી રહ્યો છે. છેલ્લાં 30 વર્ષથી અદભૂત સુર્યતિલક કોબાના જૈન મંદિરમાં એક જ દિવસે જોવા મળે છે. આ અદ્ભુત અને અવિસ્મરણીય સૂર્યતિલકની ઘટના ગુરુસ્મૃતિ અને ગુરુભક્તિનું અજોડ પ્રતીક બની છે. ક્યારેક ક્યારેક આવા ચમત્કારોથી વિજ્ઞાન પણ અજાણ રહે છે, વર્ષો-વર્ષો સુધી આનું કારણ જાણી શકતા નથી.

આ અંગે આચાર્ય અરુણોદયસાગરસૂરીશ્વરજીએ જણાવ્યું કે આ કોઇ ચમત્કાર નથી પરંતુ શિલ્પ શાસ્ત્ર, ગણિત શાસ્ત્ર અને જયોતિષ શાસ્ત્રના સમન્વયથી બનતી ઘટના છે. રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજીની પ્રેરણાથી ગણિતજ્ઞ અરવિંદસાગરજી મ.સા. અને અજયસાગરજી મ.સા.એ શિલ્પ-ગણિત અને જયોતિષ શાસ્ત્રના સમન્વયથી એવી રીતે આ દેરાસરનું નિર્માણ કરાવ્યું છે. જૈનચાર્ય કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સા.ને અંતિમ સંસ્કાર આ દિવસે અને સમયે આપવામાં આવ્યા હતા. તેની સ્મૃતિ કાયમી રહે તે હેતુથી આ દિવસ અને સમય પસંદ કરવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે આ ઘટના થાય છે, તેનું કારણ છે કે સૂર્યની ગતિ નિશ્ર્વિત છે અને જયોતિષ શાસ્ત્ર મુજબ પણ સૂર્ય કયારેય વક્ર ગતિ નથી કરતો તે અનુસાર પણ ચોક્કસ સમયે એવી રીતે આ દેરાસરનું નિર્માણ થયું છે કે દર વર્ષે ૨૨મી મેના રોજ બપોરે ૨.૦૭ મિનિટે અહીં સૂર્ય તિલક થાય છે અને દેશભરમાંથી લોકો આ નજારો જોવા કોબા આવે છે.
ઘણાં વર્ષોથી આ સૂર્ય તિલક થાય છે અને હજુ સુધી કોઇ વાદળ કે કોઇપણ પ્રાકૃતિક આપદાને કારણે સૂર્ય તિલક ન થયું હોય એવો પ્રસંગ બન્યો નથી.

એક વાર એવું બન્યુ હતું કે, બપોરે વાદળ ઘેરાઈ ગયા હતા અને સૂર્ય દેખાતો બંધ થયો હતો. પણ, બપોરે ૨.૦૫ કલાકે વાદળ હટી ગયા અને સૂર્ય તિલક થયું. કદાચ આ વિશ્વનું એકમાત્ર જિનાલય કહી શકાય કે જ્યાં આ પ્રમાણે સૂર્ય તિલકનો નજારો જોવા મળે છે. સાથે જ આ અદ્‌ભુત ઘટના જીવનમાં યશ, કીર્તિ અને ઉન્નતિકારક બની રહે છે.
જૈન ધર્મ માં સૂર્યના વિષયને લગતું એક સ્વતંત્ર આગમ રચાયેલું છે. જેનું નામ સૂર્ય પ્રજ્ઞપિત્ છે. ભારતીય પરંપરામાં સૂર્યનું ખૂબ જ મહત્વ છે. સૂર્યને આરોગ્ય આપનાર દેવ પણ કહેવામાં આવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *