આને કહેવાય કિસ્મત! અંતિમ સંસ્કાર માટે લઇ જવાતા મૃતદેહમાં અચાનક આવ્યાં પ્રાણ, જાણો સમગ્ર મામલો

Maharashtra News: મહારાષ્ટ્રના કોલ્હાપુરથી એક વિચિત્ર સમાચાર સામે આવી રહ્યા છે, જેને તમે નવા વર્ષ 2025 નો ચમત્કાર પણ કહી શકો છો. અહીંયા એક વૃદ્ધ વ્યક્તિ પાંડુરંગ (Maharashtra News) તાત્યાનું હૃદય રોગના હુમલાને લીધે મૃત્યુ થઈ ગયું હતું. હોસ્પિટલમાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

પરિવારજનો અંતિમ સંસ્કારની તૈયારી કરી રહ્યા હતા અને આ વૃદ્ધની લાશને એમ્બ્યુલન્સ દ્વારા ઘરે લાવવામાં આવી રહી હતી. રસ્તામાં ચાલતા સમયે એમ્બ્યુલન્સ એક મોટા ખાડામાંથી ચાલે છે. જેના લીધે એમ્બ્યુલન્સને એક ઝટકો લાગે છે. લોકોના હોશ ઉડી ગયા, જ્યારે આ ઝટકા બાદ મૃત જાહેર કરવામાં આવેલ પાંડુરંગ અચાનક શ્વાસ લેવા લાગ્યા.

ઉતાવળમાં પાંડુરંગને ફરીથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં ડોક્ટરોએ તેને એકદમ તંદુરસ્ત જણાવ્યા હતા. આ ઘટના બાદ દરેક વ્યક્તિ આશ્ચર્યમાં છે. ત્યાં સુધી કે ડોક્ટર પણ આ વાતનો વિશ્વાસ કરવા માટે તૈયાર નથી. આ ઘટના બાવડા વિસ્તારની છે. 16 ડિસેમ્બર ના રોજ 65 વર્ષે પાંડુરંગને સાંજના સમયે અચાનક ચક્કર આવ્યા હતા. જેના લીધે તે ઘરે જ પડી ગયા હતા.

માહિતી મળી રહી છે કે તેમને હૃદય રોગનો હુમલો આવ્યો હતો. પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ ત્યાં ડોક્ટરોએ પાંડુરંગને મૃત જાહેર કર્યો હતો. પરિવાર તેનાં અંતિમ સંસ્કાર માટે લાશને ઘરે લઈ જતા હતા. એ સમયે એમ્બ્યુલન્સ એક ખાડા પરથી પસાર થવાના કારણે ઝટકો લાગ્યો હતો અને પાંડુરંગ તાત્યાની આંગળીઓ હલવા લાગી. શરીરમાં પણ હલચલ થવા લાગી. તેમને ફરીથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જેના બાદ ડોક્ટરોએ તેમને એકદમ તંદુરસ્ત છે એવું જણાવ્યું હતું.