આજે ઝાંસી નજીક બેબીના કેન્ટોનમેન્ટ ખાતે ફિલ્ડ ફાયરિંગ કવાયત દરમિયાન T-90 ટેન્કના બેરલમાં વિસ્ફોટ થતાં એક JCO સહિત બે ભારતીય સેનાના જવાનોએ જીવ ગુમાવ્યો. આ ઘટનાની તપાસ માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. આ જાણકારી ભારતીય સેનાએ આપેલી છે.
ભારતીય સેનાના 2 જવાન શહીદ અને એક ઘાયલ
ટેન્કનું સંચાલન ત્રણ કર્મચારીઓના ક્રૂ દ્વારા કરવામાં આવી રહ્યું હતું. ક્રૂને તાત્કાલિક તબીબી સારવાર માટે મોકલવામાં આવ્યાં હતા અને લશ્કરી હોસ્પિટલ બબીનામાં લઈ જવામાં આવ્યો હતો. સારવાર માટે લઈ જવામાં આવતા બે જવાનો દાઝી જવાથી મૃત્યુ પામ્યા હતા. જો કે, ટેન્ક ચાલક ખતરાની બહાર છે અને સારવાર હેઠળ છે.
કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ
આ ઘટના કેવી રીતે બની તેની તપાસ કરવામાં આવી રહી છે. ભારતીય સેનાએ પણ આ ઘટનાની તપાસ માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો છે. ભારતીય સેનાએ આ અકસ્માતમાં શહીદ થયેલા સૈનિકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.
આ ઘટના કેવી રીતે બની તેની તપાસ કરવામાં આવી રહી છે. ભારતીય સેનાએ પણ આ ઘટનાની તપાસ માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો છે. બબીના ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં વાર્ષિક ફાયરિંગ દરમિયાન ટેન્કમાં બ્લાલ્સ થયો હોવાની ઘટના 6 ઓક્ટોબરે બની હોવાનું જણાવાઈ રહ્યું છે.
ગુરુવારનો અકસ્માત
મામલો 6 ઓક્ટોબરનો જણાવવામાં આવી રહ્યો છે જ્યારે બબીના ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં વાર્ષિક ફાયરિંગ દરમિયાન ટેન્ક બેરલ ફાટ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.