સુરતના પુણા સારોલી રોડ પર કોટન ટુવાલોની આડમાં ઝડપાયો લાખોનો વિદેશી દારૂનો જથ્થો, 2 ની અટકાયત

સુરત(ગુજરાત): ગુજરાતમાં(Gujarat) દારૂ પર પ્રતિબંધ(Prohibition of alcohol) મુકવામાં આવ્યો છે. તેમ છતાં પણ ગુજરાતમાં ખુલ્લે આમ દારૂ વેચાઈ રહ્યું છે. તે દરમિયાન સુરતના પુણા-સારોલી રોડ(Pune-Saroli…

સુરત(ગુજરાત): ગુજરાતમાં(Gujarat) દારૂ પર પ્રતિબંધ(Prohibition of alcohol) મુકવામાં આવ્યો છે. તેમ છતાં પણ ગુજરાતમાં ખુલ્લે આમ દારૂ વેચાઈ રહ્યું છે. તે દરમિયાન સુરતના પુણા-સારોલી રોડ(Pune-Saroli Road of Surat) પર આવેલ શ્યામ સંગીની માર્કેટ-2(Shyam Sangini Market-2)ની પાછળથી DCB એ કોટન ટુવાલોથી ભરેલા 551 બોક્ષ વચ્ચે વિદેશી દારૂ(Foreign liquor)ની 2100 બોટલ છુપાવીને લઇ જતા હતા. ત્યારે પોલીસે 2 આરોપીને રંગેહાથે ધડપકડ કરી હતી. એટલું જ નહીં, પોલીસે(Police) દારૂની હેરાફેરીની નવી મોડસ ઓપરેન્ડીની પણ ઝડપી પડયા હતા. આ દરમિયાન પોલીસે 2.82 લાખ રૂપિયાના દારૂના જથ્થા સાથે રૂપિયા 53.48 લાખનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ શરુ કરી છે.

એલ.ડી.વાગડીયાના જણાવ્યા અનુસાર, પોલીસને માહિતી મળી હતી કે, આ વિસ્તારમાં દારૂનો જથ્થો કોટન ટુવાલોથી ભરેલા 551 બોક્ષની આડમાં લઇ જવામાં આવી રહ્યો છે. ત્યારબાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ દરમિયાન રોડ બાજુ એ પાર્ક ટ્રક નંબર HR-61-D-1928 ની તપાસ કરવામાં આવી હતી. તેમાંથી કોટન ટુવાલ ભરેલા પુઠ્ઠાના 551 બોક્ષની અંદરથી વિદેશી દારૂની 2100 બોટલ મળી આવી હતી.

પોલીસે રૂપિયા 2.82 લાખનો દારૂ, અશોકા લેયલેન્ડ કંપનીની ટ્રક નંબર HR-61-D-1928 કિં.રૂ. 19 લાખ, મોબાઇલ ફોન નંગ-2 કિંમત રૂપિયા 10500, પુઠ્ઠાના કોટન ટાવેલ ના બોક્ષ નંગ- 551 કીમત રૂપિયા 31,55,619 મળીને કુલ 53,48,119 રૂપિયાનો માલ જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ અંગે ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આ કેસમાં સાયરલાલ અને રધુવીરસીંગની ધડપકડ કરવામાં આવી છે. પોલીસે ઓમપ્રકાશ રાવતને આ કેસમાં વોન્ટેડ જાહેર કર્યો છે.

અત્રે ઉલેખનીય છે કે, સુરત ક્રાઈમ બ્રાન્ચને વાત મળી હતી કે, સુરત રેલવે સ્ટેશન સામેથી 28 વર્ષીય એક યુવતીને 19.80 લાખ રૂપિયાના MD ડ્રગ્સ સાથે ઝડપી હતી. જયારે તેમાંથી 2 વોન્ટેડ છે. કોન્સ્ટેબલ દેવેન્દ્રદાન ગંભીરદાનને બાતમી મળી હતી કે, સુરતની યાસ્મીનબાનુ મુંબઈથી ડ્રગ્સ લઈને આવે છે. તેથી રાત્રે 2.30 વાગ્યે સુરત રેલવે સ્ટેશન સામે વોચ ગોઠવી હતી. રેલવે સ્ટેશન બહાર યાસ્મીનબાનુ ઉર્ફ મન્ના કાદરિયા શેખ(રહે. રાજ ગેસ્ટ હાઉસ પાસે, તલાવડી,સગરામપુરા) આવતા પકડી લીધી હતી.

ઝડતી લેતા તેની પાસેથી 198 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. તેની કિંમત 19.80 લાખ રૂપિયા થાય છે. પોલીસે તેની પાસેથી ફોન અને ડ્રગ્સ કબજે કર્યું હતું. પુછપરછમાં તેણીએ જણાવ્યું હતું કે, આ ડ્રગ્સ તેના બનેવી મોહમ્મદ સાજીદ સલીમ કુરેશી (રહે. કોશિયા બેકરી પાસે બડેખા ચકલા)એ મુંબઈથી મંગાવ્યું હતું. તે ડ્રગ્સ લેવા મુંબઈ ગઈ હતી. ત્યાંથી આરોપી સોનુએ તે ડ્રગ્સ આપ્યું હતું. અહીં તે ડ્રગ મોહમ્મદ સાજીદ સલીમ કુરેશીને આપવા માટે જતી હતી. પોલીસે સાજીદ અને સોનુને વોન્ટેડ જાહેર કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *