જાણો કેવી રીતે બકરા ચરાવતો નાનકડા ગામનો એક છોકરો IPS ઓફિસર થયો? જાણી તમને પણ ગર્વ થશે

એક પ્રશાંત દયાળ નામના વ્યક્તિ જે હજી યુવાન છે. તેમનો જન્મ 3 એપ્રિલ 1988માં છે. તેઓ અત્યંત પછાત ગામમાં ઉછર્યા છે. ઘરમાં માતા પિતા અને તેમના ચાર સંતાનોમાં પ્રેમસુખ સૌથી નાનુ સંતાન છે. ઘરની આર્થિક સ્થિતિ દારૂણ છે. માતા પિતા બંન્ને અશિક્ષીત, પણ પિતાને શિક્ષણનું મુલ્ય ખબર હતી. ઘરનું ગુજરાન ચલાવવા અને સંતાનોને સારૂ શિક્ષણ મળે તે માટે પિતા ઉંટ લારી ચલાવતા હતા. પ્રેમસુખ પિતાને મદદ કરવા માટે ઘરના બકરા ચરાવવાનું કામ પણ કરે છે. પ્રેમસુખને ખબર હતી કે, જીવનમાં મહેનત સિવાય પોતાની પાસે કોઈ વિકલ્પ નથી.

મોટા ભાઈઓના શિક્ષણ પુરા થતાં ગયા તેમ તેમ તેઓ કામ ધંધે લાગી ગયા. પ્રેમસુખના મોટાભાઈ રાજસ્થાન પોલીસમાં કોન્સટેબલ તરીકે જોડાયા, પ્રેમસુખનું લક્ષ પણ સરકારી નોકરી તરફ જ હતું. કોલેજનું શિક્ષણ પુરૂ કરી તેમણે રાજસ્થાન સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષા આપવાની શરૂઆત કરી અને પહેલી નોકરી પટવારીની મળી પણ આતો પહેલું પગથીયું હતું, નોકરી સાથે પરિક્ષાની સફર ચાલુ જ રહી હતી. જેના કારણે લગભગ દર વર્ષે વધુ એક સારી સરકારી નોકરી મળતી રહી. રાજ્સ્થાનમાં તેમને આસીસ્ટન્ટ જેલર તરીકે પણ નોકરી કરી પણ હજી લક્ષ ખુબ ઉચુ હતું.

2015માં જ્યારે યુપીએસસીનું પરિણામ આવ્યું ત્યારે રાજસ્થાનના લોકો અચંબીત થઈ ગયા. એક નાનકડાં ગામમાં જ્ન્મેલો અને હિન્દી મિડીયમમાં અભ્યાસ કરનાર પ્રેમસુખ ડેલુ ભારતમાં 170ના ક્રમે આવ્યા હતા. પ્રેમસુખ ડેલુને થવુ હતું તો આઈએએસ પણ તેમના ક્રમ પ્રમાણે તેમને આઈપીએસ થવાનો કુદરતે મોકો આપ્યો.

ભારતીય પોલીસ સેવાનો હિસ્સો બનેલા પ્રેમસુખ ડેલુને ગુજરાત કેડર ફાળવવામાં આવી અને તાલીમ પુરી કરી તેઓ ગુજરાત આવ્યા. જ્યારે પ્રોબેશનનો ગાળો હોય છે ત્યારે સરકારી અધિકારી કોની પાસે પ્રારંભીક તાલીમ લે છે તે ખુબ મહત્વનું હોય છે. કારણ કે, આ તાલીમની જીવન અને નોકરી ઉપર અસર વર્ષો સુધી રહેતી હોય છે.

પ્રેમસુખનો પ્રારંભીક તાલીમ ગાળો અમરેલીમાં પસાર થયો. અમરેલીના એસપી નિર્લીપ્ત રાય પાસેથી તેમણે પોલીસ અધિકારી તરીકે અને વધુ સારા માણસ બનવાની તાલીમ પ્રાપ્ત કરી છે. જેથી આપણે નિસંકોચ થઈ કહી શકીએ કે, ગુજરાત પોલીસને વધુ એક નીર્લીપ્ત રાય મળે તો તેમાં કોઈ નવાઈ નથી.

પ્રેમસુખ ડેલુને એસપી તરીકે બઢતી મળતા હવે તેઓ અમદાવાદમાં ડેપ્યુટી પોલીસ કમિશનર તરીકે ઝોન-7માં રાખવામાં આવ્યા છે. જોકે, હજી તેમને થોડા જ દિવસ થયા છે પણ તેમના તાબામાં કામ કરતા પોલીસ અધિકારીઓનો જીવ તાળવે ચોટી ગયો છે. હવે તેમના તાબાના અધિકારીઓેને સાચું પોલીસીંગ કેવી રીતે થાય તેની સમજ આવશે.

પ્રેમસુખ ડેલુને સમય પણ ઘણું શીખડાવશે પણ ગરીબીમાં આવેલો માણસ ગરીબની વેદના સારી રીત સમજી શકે છે. દરેકને નવી સફર શરૂ કરનાર પ્રેમસુખ ડેલુ પાસે એટલી જ અપેક્ષા છે કે, આજે જેવા છો તેવા કાયમ રહેજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *