ગતિશીલ ગુજરાતનો વિકાસ નમી પડ્યો! રાજકોટમાં બ્રિજ ધરાશાયી થતા બે મજુરો…- જુઓ વિડીયો 

ગુજરાત(Gujarat): રાજકોટ(Rajkot)ની માધાપર(Madhapar) ચોકડી નજીક મોડીરાત્રે નવા બની રહેલા ઓવરબ્રિજનું કાચુ બાંધકામ નમીને ધરાશાયી(Overbridge collapsed) થતા ભયનો માહોલ સર્જાઈ ગયો હતો. જોકે, નજીકમાંથી પસાર થતા મુખ્ય હાઈવે પર હજારોની સંખ્યામાં વાહનોની અવર-જવર થતી રહેતી હોય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બાંધકામ આ હાઈવે પર પડત તો અનેક વાહનચાલકોના જીવ જોખમમાં મુકાઇ ગયા હોત. પરંતુ મોટી દુર્ઘટના થતા અટકી ગઈ હતી. જોકે બે મજૂર ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઓવરબ્રિજનું કાચુ બાંધકામ નીચે પડતા રાતોરાત અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને જેસીબી સહિત મશીનરીથી બાંધકામ સરખું કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પ્રપાત માહિતી અનુસાર, ઓવરબ્રિજના મેઇન પિલરો એક બાજુ ઢળી પડ્યાં છે. બીજી બાજુ રાત હોવાથી મજૂરો પણ કામ કરતા ન હોવાથી મોટી જાનહાનિ ટળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. સમગ્ર ઘટનાને પગલે આસપાસમાંથી પસાર થતા વાહનચાલકો પણ થોડીવાર માટે ઉભા રહી ગયા હતા. કહેવાય છે કે, જો આ બ્રિજ નમીને બાજુમાંથી પસાર થતા મુખ્ય હાઇવે પર નમીને ધરાશાયી થાત તો મોટી દુર્ઘટના સર્જાત. રાજકોટમાં પણ હવે અમદાવાદની જેમ બ્રિજનું કાચું બાંધકામ ધરાશાયી થતા લોકોના મનમાં અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

શહેરમાં બની રહેલા ઓવરબ્રિજના 14 નંબરના પિલરનો કોંક્રિટનો ભાગ તૂટી ને નીચે નમી પડ્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, મોડી રાત્રે 4થી 5 વાગ્યે આ ઘટના બની હતી. હાલમાં આ ધરાશાયી થયેલા નબળા ભાગને દૂર કરવા માટે વેલ્ડિંગ અને જેસીબી મશીન કામે લગાડી દેવામાં આવ્યા છે.

નવ નિર્માણ થઇ રહેલા બ્રિજના બાંધકામ ક્યારે ધરાશાયી થતાં અટકશે?
માધાપર ચોકડી નજીક નવા બની રહેલા ઓવરબ્રિજનું બાંધકામ ધરાશાયી થતા લોકોમાં કેટકેટલાય સવાલો ઉભા થઇ રહ્યા છે. અંતે નવા બનતા ઓવરબ્રિજનું બાંધકામ ધારાશાયી થતા ક્યારે અટકશે તે પ્રકારના અનેક સવાલો ઉઠી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *