સોખડામાં પ્રેમસ્વરૂપ સ્વામીની નિશ્રામાં ભવ્ય દીક્ષા મહોત્સવ: યુવાનોએ ત્યાગાશ્રમ અને હરિભક્તોએ અંબરીશ દીક્ષા લીધી

ગુજરાત(Gujarat): હરિધામ સોખડા(Haridham Sokhada)માં રવિવારના રોજ ભવ્ય દીક્ષા મહોત્સવ એટલે કે ‘પંચામૃત મહોત્સવ(Panchamrut Mahotsav)’ ઉજવવામાં આવ્યો હતો. જેમાં પ્રેમસ્વરૂપ સ્વામી(Prem Swarup Swami) પાસે યોગીન પટેલ…

ગુજરાત(Gujarat): હરિધામ સોખડા(Haridham Sokhada)માં રવિવારના રોજ ભવ્ય દીક્ષા મહોત્સવ એટલે કે ‘પંચામૃત મહોત્સવ(Panchamrut Mahotsav)’ ઉજવવામાં આવ્યો હતો. જેમાં પ્રેમસ્વરૂપ સ્વામી(Prem Swarup Swami) પાસે યોગીન પટેલ સહિત 12 યુવાનો ત્યાગાશ્રમની અને 888 ગૃહસ્થો અંબરીશ દીક્ષા લીધી હતી.

તરસાલીના બીઈ સિવિલનો અભ્યાસ કરનારા 23 વર્ષિય યોગીન પટેલે સંતની દીક્ષા લેવા પ્રેમસ્વરૂપ સ્વામી અને ત્યાગવલ્લભ સ્વામીની હાજરીમાં શનિવારે ઘરેથી વિદાય લીધી હતી.

પ્રેમસ્વરૂપ સ્વામીએ જણાવતા કહ્યુ હતું કે, બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ જુલાઈ-2021માં અંતર્ધ્યાન થયા પછી પ્રથમવખત હરિધામમાં ‘દીક્ષા ઉત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન શ્રી સ્વામિનારાયણના સ્વધામગમન દિન, પ્રેમસ્વરૂપ સ્વામીજી અને 38 સંતોને સાથે લઈને બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ સોખડા પધાર્યા તે હરિપ્રેમ આગમન દિન તરીકે ઓળખાય છે.

હરિપ્રસાદ સ્વામીજી મહારાજે પ્રથમવાર ઇ. સ. 1972માં ‘દીક્ષા ઉત્સવ’ યોજ્યો હતો. તેનો સ્વર્ણિમ સ્મૃતિ દિન તેમજ ભગવત્સ્વરૂપ કાકાજી તથા અ. નિ. કોઠારી સ્વામી પુરુષોત્તમચરણદાસજીના પ્રાગટ્ય દિન એમ પાંચ અવસરોની એકસાથે ‘પંચામૃત ઉત્સવ’ તરીકે તારીખ 12 જૂન રવિવારના રોજ ઉજવણી કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *