સુરતમાં સ્પાની આડમાં ધમધમી રહ્યું હતું કુટણખાનું, દરોડા પાડતા 6 મહિલા એવી હાલતમાં મળી કે…

Spa in Surat: મહિધરપુરાના ભાગળ રૂપાલી ટી સેન્ટરની ઉપર પહેલા માળે એરોમાં ધી બ્યુટી સ્પામાં ગુરુવારે બપોરે એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટે રેડ કરી હતી. દરમિયાન ત્યાંથી મેનેજર, સપ્લાયર અને એક ગ્રાહક પકડાયો હતો. જયારે કોલકત્તાની 6 યુવતીઓને પોલીસે છોડાવી હતી.જયારે સ્પા માલિક(Spa in Surat) કુખ્યાત રામચંદ્ર સ્વાઈને વોન્ટેડ જાહેર કરી રોકડ, મોબાઈલ અને અન્ય સમાન મળી કુલ રૂ.30,300 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ભાડાની દુકાન લઈ સ્પાની આડમાં સેક્સ રેકેટ
સ્પાનો માલિક રામચંદ્ર સ્વાઈ અગાઉ એમડી ડ્રગ્સમાં એસઓજીના હાથે પકડાયો હતો. ત્યાર પછી તેણે શહેરમાં વરાછા, ભાગળ, રિંગરોડ સહિતના વિસ્તારોમાં ભાડાની દુકાન લઈ સ્પાની આડમાં સેક્સ રેકેટ ચલાવતો હતો. અગાઉ વરાછા, મહિધરપુરા અને અઠવાલાઇન્સની હદમાંથી 3 જગ્યાઓ પર સ્પાની આડમાં કૂટણખાનું પકડાયું હતું.

આ લોકોની કરી ધરપકડ
ત્રણેય સ્પાનો સંચાલક રામચંદ્ર ઉર્ફે રામુ સુદર્શેન સ્વાઈ(રહે, રામકૃપા સોસા, વરાછા, મૂળ રહે, ગંજામ, ઓરિસ્સા) હતો. આથી પોલીસે તે ત્રણ ગુનામાં વોન્ટેડ છે અને હાલમાં ચોથા ગુનામાં વોન્ટેડ બતાવ્યો છે. એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટે સ્પામાંથી મેનેજર ઉમાશંકર રસપાલ વર્મા(38)(રહે, માતૃશક્તિ સોસા, પુણાગામ, મૂળ રહે, યુપી), છોકરીઓ સપ્લાય કરનાર સાવન અલી ઉર્ફે બાપી રહમત અલી શેખ(33)(રહે, નવસારી બજાર, સગરામપુરા) અને ગ્રાહક શંકર જયરામ સ્વાઇ(19)(રહે, સિધ્ધાર્થ નગર ઝૂંપડપટ્ટી, ભેસ્તાન)ને પકડી પાડી 30 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. જયારે સ્પાના માલિક રામચંદ્રને વોન્ટેડ જાહેર કર્યો છે.​​​​​​​

મહત્વનું છે કે, એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ દ્વારા સતત બીજી વખત રેડ પાડીને સ્પા સામે કાર્યવાહી કરતા સ્થાનિક પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવ્યા વિના રહેતી નથી.

મહિધરપુરાના એરોમાં ધી બ્યુટી સ્પામાં એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટે 3 મહિના પહેલા રેડ કરી તેજ સ્પામાં બીજીવાર રેડ કરતા પાછું કૂટણખાનું પકડાતા સ્થાનીક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થાય છે.