સુરતમાં હોટલની આડમાં ધમધમી રહ્યું હતું કુટણખાનુ- પોલીસે દરોડા પાડતા થાઈલેન્ડની યુવતીઓ એવી હાલતમાં ઝડપાઈ કે…

Surat Spa News: સુરતમાં હોટલની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું છે. સુરત શહેર અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અડાજણ એલ.પી.સવાણી સર્કલ પાસે આવેલ હરિઓમ પેટ્રોલ પંપની સામે મંગલદીપ કોમ્પ્લેક્ષના ચોથા માળે ધી ફ્યુજન નામની હોટેલમાં ગેરકાયદેસર (Surat Spa News) ચાલતા દેહ વ્યાપારના ધંધા ઉપર રેઇડ એન્ટી હ્યુમન ટ્રાફિંકીગ યુનિટ દ્વારા કરવામાં આવી હતી. હોટલમાં 6 વિદેશી મહિલા મળી આવી હતી. જ્યારે માલિક, ગ્રાહકો સહિત 12ની ધરપકડ કરવામાં આવી છે.

6 વિદેશી મહિલા મળી આવી હતી
સુરતમાં હોટલની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું છે. સુરત શહેર અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અડાજણ એલ.પી.સવાણી સર્કલ પાસે આવેલ હરિઓમ પેટ્રોલ પંપની સામે મંગલદીપ કોમ્પ્લેક્ષના ચોથા માળે ધી ફ્યુજન નામની હોટેલમાં ગેરકાયદેસર ચાલતા દેહ વ્યાપારના ધંધા ઉપર રેઇડ એન્ટી હ્યુમન ટ્રાફિંકીગ યુનિટ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે હોટલમાં 6 વિદેશી મહિલા મળી આવી હતી. જ્યારે માલિક, ગ્રાહકો સહિત 12ની ધરપકડ કરવામાં આવી છે.

આ લોકોની કરવામાં આવી ધરપકડ
કમલેશ વાઘજીભાઈ દાવા (મોરબી), સોરીન સુજય કુમાર બાસુ(અમદાવાદ), યુગ હેમાંશુભાઈ આહીર (કરંજ), ફરહાંગ યઝદી તુરેલ (અડાજણ), દીપ રમેશભાઈ નાવડીયા (બુરાનપુર), વિશાલ ગોરધનભાઈ વરિયા (આણંદપર), નીલ અતુલભાઇ ઇસામલીયા (ઢસા), વિસ્મય નિલેશભાઈ નાથાણી (રોહિશાળા), નલીનભાઈ ધીરુભાઈ પાલડીયા (પાટી), ધ્રુમિલ વિનુભાઈ ઈસામલિયા (પાટી), રામક્રીપાલ સૂર્યનારાયણ યાદવ (સપાહખાસ), જલ્પેશ જાદવભાઈ કળથીયા (પીપળ),ની ધરપકડ કરવામાં આવી જયારે હની, અભય અર્જુન સાલુંકેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો.

કુલ 4.93 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો
રેડ દરમિયાન છ વિદેશી મહિલાઓ મળી આવી હતી. આ સાથે જ 11 જેટલા ગ્રાહકો પણ ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે આ હોટલના માલિકની પણ ધરપકડ કરવામાં આવી હતી. હોટલનો માલિક પોતાની હોટલમાં શરીર સુખ માણવાની સવલતો પુરી પાડી,

પોતાના આર્થિક ફાયદા માટે મહિલાઓ પાસેથી ગેરકાયદેસર દેહવેપારનો ધંધો કરાવી, તે ધંધા થકી પોતાનુ કમિશન કાઢી લેતો હતો. રેડ દરમિયાન રોકડા રૂપિયા, મોબાઇલ, લેપટોપ મળી કુલ 4.93 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.