સુરત(Surat): શહેરના પાંડેસરા(Pandesara) વિસ્તારમાં આવેલા તેરે નામ ચોકડી પાસે ખૂની ખેલ ખેલાયો હતો. બે વેપારીઓની હત્યા(Murder of two merchants) થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો. ઘટનાની વાત કરીએ તો આરોપી કિશન રાજપૂત અને વિશાલ ઠાકુર બને આરોપીમાંથી એક આરોપી મૃતક પ્રવીણની બહેનને સોશિયલ મીડિયા પર અવાર નવાર મેસેજ કરતો હતો. આ જ વા ને લઈ મૃતક તેની બહેન ને મેસેજ નહીં કરવા માટે કહેતો હતો આરોપી એ આ વાત ને લઈ તેને સોશિયલ મીડિયામાં બે દિવસ અગાઉ ગાળો પણ ભાંડી હતી.
આ વાતને લઈ બને વચ્ચે અવાર-નવાર સોશિયલ મીડિયા થકી ઝગડા પણ થતા હતા. વારંવાર થતા ઝગડાને લઈ મૃતકએ તેના મિત્ર શિવ શંકર ભોલાને વાત કહી હતી. શિવ શંકર ભોલાએ આ વાત ને લઈ બને વચ્ચે સમાધાન માટે તેરે નામ ચોકડી પાસે એક ચાની લારી પાસે બોલાવ્યા હતા.
જ્યાં ભોલાએ આરોપીએ મેસેજ નહીં કરવાની વાતને લઈ સમાધાન કરવા માટે વાત કહી પણ હત્યારાઓ ને સમાધાન મંજુર નહીં હોઈ અને તેમના માથે ખૂન સવાર હોઈ મૃતક રવિ પર ચાકુ વડે હુમલો કરી દીધો હતો. ત્યારે બચાવવા પડેલા રવિ શંકર ભોલા પર પણ અન્ય એક હત્યારા એ ચપ્પુના વાર કરી તેને ગંભીર રીતે ઘાયલ કરી દીધો હતો. ઘટના ને અંજામ આપી બને હત્યારાઓ ફરાર થઈ ગયા હતા.
હત્યારા માંથી એક હત્યારોનો ભાઈ હત્યા જેવા ગુના માં શામેલ પેરોલ પર છુટી તે જ વિસ્તારમાં ગોરખ ધંધાને પણ અંજામ આપતો હોઈ તેવું સ્થાનિક સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. હાલમાં આરોપી કિશન રાજપૂત અને વિશાલ ઠાકુર બંને હત્યાની ઘટનાને અંજામ આપીને ફરાર થઇ ગયા છે.
સમગ્ર મામલે બને ઘાયલ યુવકને ગંભીર અવસ્થામાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ જ્યાં ટુક સમયમાં જ બંનેનું મોત થયું હતું. ડબલ મર્ડર જેવી ગંભીર ઘટનાને લઈ પાંડેસરા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને હત્યાનો ગુનો દાખલ કરી ફરાર હત્યારાની શોધખોળમાં લાગી ગઈ છે. ત્યારે હવે સુરતમાં નાની નાની બાબતે હત્યા જેવા ગંભીર ગુના ને લઈ સુરત પોલીસ ના કાયદા અને વ્યવસ્થા પર પણ અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે. ત્યારે હવે જોવું રહ્યું કે આ બને હત્યારા ને પોલીસ કેટલા સમય માં ઝડપી પાડી જેલ હવાલે કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.