રાજકોટ(Rajkot): શહેરમાં રખડતાં ઢોરનો ત્રાસ ખુબ જ વધી ગયો છે. ગઈકાલે શહેરના ગાંધીગ્રામ (Gandhigram) વિસ્તારમાં આખલાએ યુવતી પર આખલાએ હુમલો (Bull attack) કર્યો હોવાની ઘટના સામે આવી હતી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. વિડીયોમાં જોવા મળે છે કે, વન વે રોડ પર સામેના રસ્તા પરથી આખલો દોડતો દોડતો આવી રહ્યો છે અને ડિવાઈડર પૂરું થતાં એક યુવતી ટૂ-વ્હીલર લઈને આવતી એ બાજુના રસ્તા તરફ અચાનક ટર્ન લે છે. ત્યારબાદ ચાલુ ટૂ-વ્હીલર પર રહેલી યુવતી પર હુમલો કરી દે છે, આથી યુવતી ટૂ-વ્હીલરની સાથે જ રોડ પર પટકાય છે અને આખલો ટૂ-વ્હીલર કૂદીને ત્યાંથી જતો રહે છે. સમગ્ર ઘટનાનો વિડીયો CCTVમાં કેદ થઇ ગયો છે.
View this post on Instagram
મહત્વનું છે કે, આખલાના હુમલાનો ભોગ બનેલી 24 વર્ષીય યુવતી જિજ્ઞાબેન નારણભાઇ મકવાણાએ રખડતાં ઢોરના નવા કાયદા મુજબ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. એમાં તેણે જણાવતા કહ્યું છે કે, ગઈકાલે સાંજના હું મારા ફોઈ લાભુબેન, જે ગોવિંદનગર વિસ્તારમાં રહે છે તેમના ઘરેથી મારા ઘરે જવા માટે એક્સેસ લઈને જઈ રહી હતી.
આ દરમિયાન 6.30 વાગ્યા આજુબાજુ હું લાખના બંગલાવાળા રોડ પર વેલનાથ ચોક નજીક પહોંચી હતી. ત્યારે અચાનક સામેના રોડ બાજુથી એક કાળા રંગનો આખલો દોડી આવ્યો હતો. આખલાએ મારા પર હુમલો કરતા હું વાહન સાથે ત્યાં જ જમીન પર પડી ગઈ હતી. વધુમાં તેમણે કહ્યું કે, મને જમણા હાથના કાંડાથી ઉપરનો ભાગ તથા ડાબા હાથની હથેળી અને ડાબા પગના ઘૂંટણ ઈજાગ્રસ્ત થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઘટના બાદ રૂબરૂ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન આવી આ બનાવ બાબતે ફરિયાદ કરવામાં આવી હતી. આ રીતે ઢોરમાલિક દ્વારા તેના આ પશુને બેદરકારીપૂર્વક રખડતું મૂક્યું હોવાથી આવી ઘટના બનવી સામાન્ય છે. રખડતા આખલાએ હુમલો કરતા ઈજા પહોંચી છે, જેથી આ ઢોરમાલિક તથા જવાબદાર લોકો વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી થવી જોઈએ એવી માંગ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.