કુદરતે આ શું ધાર્યું છે! રાજકોટમાં લગ્ન પ્રસંગમાં દાંડિયા રાસ રમ્યા બાદ યુવક ઢળી પડ્યો- હાર્ટએટેકથી મોત

રાજકોટ(Rajkot): જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેક  (Heart attack)ની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. લગ્નમાં નાચતી વખતે, તો…

રાજકોટ(Rajkot): જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેક  (Heart attack)ની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. લગ્નમાં નાચતી વખતે, તો ક્યારેક ક્રિકેટ રમતી વખતે, તો ક્યારેક વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતા સમયે હાર્ટ એટેક આવવાને કારણે સ્થળ પર જ મૃત્યુ થયા હોવાની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે હાર્ટ એટેકને કારણે મોતનો વધુ એક બનાવ રાજકોટથી સામે આવતા ચકચાર મચી જવા પામી છે. મહત્વનું છે કે, રાજકોટમાં લગ્ન પ્રસંગમાં દાંડિયા રાસ રમ્યા પછી યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે.

મળતી માહિતી મુજબ, જો વાત કરવામાં આવે તો રાજકોટના અમિત ચૌહાણ પિતરાઈ ભાઈને ત્યાં લગ્ન પ્રસંગમાં ગયા હતા. જ્યાં લગ્નના એક દિવસ અગાઉ રાત્રે ગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લગ્ન પ્રસંગમાં દાંડિયા રાસ રમ્યા પછી અમિત ચૌહાણ ઘરે આવ્યા હતા, ત્યાર બાદ તેઓ રાત્રિના સમયે તેઓ અચાનક જ બેભાન થઈ ગયા હતા.

જેને કારણે તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પર હાજર તબીબ દ્વારા તેઓને તપાસી મૃત જાહેર કરવામાં આવ્યો હતા. ડોક્ટરે જણાવ્યું હતું કે, અમિતભાઈને હાર્ટ એટેક આવ્યો હતો. યુવકના અકાળે મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. યુવકનું અકાળે અવસાન થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

ઉલ્લેખનીય છે કે, 23 એપ્રિલના રોજ રાજકોટમાં હાર્ટ એટેકથી 19 વર્ષના યુવકનું મોત નિપજ્યું હતું. 19 વર્ષના આદર્શ સાવલિયા નામનો યુવક બાથરૂમમાં અચાનક જ ઢળી પડ્યો હતો. ત્યારબાદ પરિવારજનો તેને લઈને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ત્યાર્બ્દ બાદ યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું. યુવકના અવસાનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *