પુરપાટ ઝડપે આવતાં પાટણના કાર ચાલકે આબુરોડ પર 11 રાહદારીને હવામાં ફૂટબોલની જેમ ફંગોળ્યા- 3ના ઘટનાસ્થળે જ મોત

Abu Road Accident: સમયાંતરે ગુજરાતમાં ઑવરસ્પીડિંગના કારણે અકસ્માતના બનાવો છાશવારે સામે આવતા રહ્યાં છે. આવો જ વધુ એક બનાવ આબુ રોડ(Abu Road Accident) પરથી સામે આવ્યો છે. જેમાં બેકાબૂ કારે ઠોકરે ચડાવતા 3 રાહદારીઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે. ઓવરસ્પિડ હોવાના કારણે ડ્રાઈવરે કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.

સમગ્ર વિસ્તાર મરણચીસોથી ગૂંજી ઉઠયો
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આબુ રોડ પર આવેલા રિકો વિસ્તારમાં પાટણ પાસિંગની હુન્ડાઈ કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જયો હતો. જેના કારણે સમગ્ર વિસ્તાર મરણચીસોથી ગૂંજી ઉઠ્યો હતો. બેકાબૂ કારે ત્યાંથી પસાર થઈ રહેલા 12 જેટલા રાહદારીઓને અડફેટમાં લેવા ઉપરાંત આસપાસના અનેક વાહનો તેમજ લારી-ગલ્લાને પણ ઠોકરે ચડાવ્યા હતા.રોડ પર ઘાયલોની ચિસા ચીસ થતા દયનિય માહોલ સર્જાયો હતો.

પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી
આ અકસ્માત બાદ ત્યાં વેર વિખેર સામાનની વચ્ચે દર્દથી કણસતા રાહદારીઓ જોવા મળ્યા હતા. બીજી તરફ અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકોના મૃતદેહનો પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીક રિકો સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા

અકસ્માતના કેસોમાં વધારો
સરકારના આંકડા અનુસાર, ગુજરાતમાં દરરોજ 43 જેટલા માર્ગ અકસ્માતના બનાવો બને છે. જ્યારે દરરોજ 21 જણા માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવી રહ્યાં છે. વાહન અકસ્માતના મોટાભાગના કેસોમાં વધારે પડતી ઝડપ જવાબદાર હોવાનું કહેવાય છે. વર્ષ 2018 થી 2022 દરમિયાન ગુજરાતમાં 36,626 નાગરિકોએ માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો છે.