ગુજરાત(Gujarat): ભરૂચ(Bharuch)ના ઝઘડિયા-રાજપારડી માર્ગ ઉપર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત(Accident) સર્જાઈ જવા પામ્યો હતો. જે ઘટનાનો CCTV ફૂટેજ સામે આવતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. આ અકસ્માતમાં કાર ચાલકને સામાન્ય ઈજા પહોંચી છે. જોકે, કારમાં નુકસાન પહોંચ્યું છે.
View this post on Instagram
મળતી માહિતી અનુસાર, આ અકસ્માતની વિગતો જાણવા મળી છે કે ગઈકાલે બપોરના સમયે ઝઘડિયા-રાજપારડી રોડ ઉપરથી એક કાર ચાલક પસાર થઈ રહ્યો હતો. આ સમય દરમિયાન સુર્યા હોટલ પાસે કાર ચાલક યુ-ટર્ન લઈ રહ્યો હતો. તે સમય દરમિયાન રોંગ સાઈડમાં પુરપાટ ઝડપે ધસી આવેલા ટ્રક ચાલકે કારને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાઈ જવા પામ્યો હતો.
રાહતના સમાચાર તો એ છે કે, આ અકસ્માતમાં કાર ચાલક સામાન્ય રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જોકે, કારને નુકશાન ભારે નુકશાન પહોંચ્યું હતું. આ અકસ્માતની સમગ્ર ઘટના CCTV ફૂટેજમાં કેદ થઇ જવા પામી છે. જેમાં પુરપાટ ધસી આવેલા ટ્રક ચાલક તેને અડફેટે લેતા હોવાના દ્રશ્યો જોઇને સૌ કોઈ લોકો ચોંકી ઉઠ્યા છે.
આ રીતે રોંગ સાઈડમાં બેફામ રીતે ટ્રક ચલાવવો અન્ય લોકો માટે જીવ જોખમમાં મુકવા સમાન છે. આ પ્રકારના જ અકસ્માતમાં કેટલાય નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વખત આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.