110 ની સ્પીડે ટ્રકની પાછળ ઘુસી કાર, JCB અને કટરથી બોડી કાપીને કાઢ્યા ચાર મૃતદેહ

ભોપાલ: હાલમાં અકસ્માતની ઘટના સતત વધી રહી છે. અકસ્માત દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે કોઈ બીજાની બેદરકારીથી માસુમ લોકો આનો ભોગ બનતા હોય છે. ત્યારે  મધ્યપ્રદેશના પાટનગર ભોપાલમાં એક ઓવરસ્પીડ કાર ટ્રકની પાછળ ઘૂસી ગઈ હોવાનું સામે આવ્યું છે. કારની સ્પીડ એટલી વધારે હતી કે ટ્રકના પાછળના હિસ્સામાં જતાં તેના બંને પાછલા પૈડા હવામાં ઊંચા થઇ ગયા હતા.

કાર ટ્રકના પાછળના હિસ્સામાં ખરાબ રીતે ફસાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં 4 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. પોલીસ દ્વારા કટરથી કારને કાપીને લાશો બહાર કાઢવામાં આવી હતી. આ દુર્ઘટનામાં એક યુવક ગંભીર રીતે ઘાયલ છે. દુર્ઘટના પર રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણએ શોક વ્યક્ત કર્યો છે.

મળતી માહિતી મુજબ, ઘટના મિસરોદા પોલીસ સ્ટેશન હદની છે. શનિવાર મોડી રાત્રે અવધપુરી નિવાસી આદિત્ય પાંડે પોતાના સાથી ખજુરી નિવાસી હિતેશ, અવધપુરી નિવાસી હની સહિત 5 દોસ્તોની સાથે કારથી હોશંગાબાદ રોડ પર જઈ રહ્યા હતા. મિસરોદ પોલીસે જણાવ્યું કે, કારની સ્પીડ લગભગ 110 હતી. માર્બલથી ભરેલી ટ્રક ચિનાર કોલોનીની અંદર હોશંગાબાદ રોડથી ટર્ન લઈ રહી હતી.

આ દરમિયાન, પાછળથી ફૂલ સ્પીડથી આવી રહેલી કાર પાછળના હિસ્સામાં ઘૂસી ગઈ. પોલીસે જણાવ્યું કે જ્યારે કાર ટ્રકમાં ઘૂસી તો ટ્રકનું પાછળના પૈડા હવામાં ઉચકાઈ ગયા હતા. મળતી માહિતી મુજબ, દુર્ઘટના સમયે કારની સ્પીડ 110 કિલોમીટર પ્રતિ કલાક હતી.

દુર્ઘટનાને લઈ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટ્વીટ કર્યું છે કે, ભોપાલ-હોશંગાબાદ રોડ પર કાર અને ટ્રક ટક્કરથી થયેલી દુર્ઘટનામાં અનેક બહુમૂલ્ય જિંદગીઓના નિધનના સમાચારથી દુઃખ થયું. ઈશ્વરથી દિવંગત આત્માઓને પોતાના શ્રીચરણોમાં સ્થાન અને પરિજનોને આ ઊંડી પીડા સહન કરવાની શક્તિ આપવા પ્રાર્થના કરું છું. ॐ શાંતિ!

મિસરોદા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે, જેસીબી અને કટરની મદદથી કારમાં ફસાયેલી લાશોને ખૂબ જ મુશ્કેલી બાદ બહાર કાઢવામાં આવી હતી. જાણવા મળ્યું છે કે, તેમાં એક યુવક હની ઘાયલ છે. હાલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. જ્યારે ચાર યુવકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. પોલીસ દ્વારા આ મામલામાં ટ્રક ડ્રાઇવરની વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *