હાલમાં સંસદમાં દેશનું બજેટ રજુ થઇ રહ્યું છે. એવામાં જૂની ગાડીઓ માટે મહત્વની જાહેરાત થઇ છે. દેશના નાણા પ્રધાન નિર્મલા સીતારમણ વર્ષ 2021-2022નું સામાન્ય બજેટ આજે રજૂ કરી રહ્યાં છે. નિર્મલા સીતારમણએ જણાવતા કહ્યું કે, જૂની કારોને સ્ક્રેપ કરી દેવામાં આવશે. તેનાથી પ્રદૂષણમાં ઘટાડો થશે. સાથે-સાથે તેલ આયાતનું બિલ પણ ઘટશે. તદુપરાંત ઑટોમેટેડ ફિટનેસ સેંટર બનાવવામાં આવશે. પર્સનલ ગાડીને 20 વર્ષ બાદ આ સેન્ટરોમાં મોકલવાની રહેશે. સાથે સાથે નિર્મલા સીતારમણએ જણાવતા કહ્યું હતું કે, પર્સનલ વ્હીકલને 20 વર્ષ બાદ અને કમર્શિયલ વ્હીકલને 15 વર્ષ બાદ ઑટોમેટેડ ફિટનેસ સેંટર લઇ જવાની રહેશે. આ કરવા પાછળનું કારણ દેશમાં વધી રહેલા પ્રદુષણને કંટ્રોલમાં લાવવાનું છે.
જાણો કેટલા વર્ષ જૂના વાહનોને મોકલાશે સ્ક્રેપમાં…
આ કરવા પાછળનો મુખ્ય હેતુ જૂની કારોને રસ્તા પરથી હટાવવાનો છે જેના કારણે પ્રદુષણમાં ઘટાડો થશે. 15 વર્ષથી જૂની ગાડીઓની ઘણી ઓછી રિસેલ વેલ્યૂ છે અને તે ઘણુ પ્રદૂષણ ફેલાવે છે. જેના કારણે આ નિર્ણય લેવાથી દેશના વાતાવરણમાં ઘણો ફેરફાર દેખાશે. આ વ્હીકલ સ્ક્રેપિંગ પોલીસીની ઘણા લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી. Ministry of Road Transport and Highwaysએ 15 વર્ષ જૂના સરકારી વાહનોને એપ્રિલ 2022થી સ્ક્રેપમાં મોકલવાની પોલીસીને મંજૂરી આપી દીધી છે. જેના કારણે સરકારી જૂની ગાડીઓ પણ સ્ક્રેપમાં મોકલાશે.
પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, બજેટ 2021માં સ્ક્રેપ પોલીસી દરેક લોકો માટે લાગુ કરી દેવામાં આવશે. કેન્દ્ર સરકારે 2030 સુધી દેશને સંપૂર્ણ રીતે ઇ-મોબિલિટી પર લાવવાનો મહત્વાકાંક્ષી નિર્ણય કર્યો છે. આ પાછળનો હેતુ દેશના ક્રૂડ ઑયલ બિલને ઘટાડવાનો છે. આ સાથે-સાથે દેશમાં દિવસેને દિવસે વધી રહેલા પ્રદુષણને પણ ઘટાડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle