Jamnagar Pests in Food: બહારનું ચટપટુ ખાવાના શોખીનો ચેતજો. બહારના ખોરાકમાંથી જીવાત અને અન્ય વસ્તુઓ નીકળવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. હવે જામનગરની વિશાલ ઈન્ટરનેશનલ હોટેલમાંથી(Jamnagar Pests in Food) મસાલા પાપડમાંથી ઈયળ નીકળી હોવાની જાણકારી મળી છે.
જીવાત નીકળવાનો સિલસિલો યથાવત
જામનગરની વિશાલ ઈન્ટરનેશનલ હોટેલમાં મસાલા પાપડમાંથી ઈયળ નીકળી હતી, ત્યારબાદ ગ્રાહકે આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરી હતી અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હોટલમાં તપાસ કરવામાં આવી પણ હોટલના રસોડામાં કોઈ વાંધાજનક મળી આવ્યું નહતું. ઉલ્લેખનીય છે કે જામનગરની હોટેલો અને ફૂડ પેકેટમાંથી અખાદ્ય ખોરાક તેમજ જીવાત નીકળવાનો સિલસિલો યથાવત છે.
નમૂના લઇ લેબોરેટરીમાં મોક્લવવામાં આવ્યા
જામનગરમાં હોટલ વિશાલ ઇન્ટરનેશનલ માં ભોજન માટે કરેલા એક ગ્રાહકને મસાલા પાપડમાં ઈયળ નીકળતાં દોડધામ થઈ છે. ફુડ શાખાની ટુકડીએ બનાવનાના સ્થળે પહોંચી જઈ નમુના લીધા છે, અને પૃથકરણ માટે મોકલ્યા છે. જામનગરની વધુ એક હોટલમાં ખાધ્ય સામગ્રીમાં જીવજંતુ નીકળવાની ઘટનાને લઈને શહેરમાં ભારે ચકચાર જાગી છે.
રાજ્યમાં ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત છે. જામનગરની જાણીતી વિશાલ ઇન્ટરનેશનલ હોટલ છે. જ્યાં ગ્રાહકે મંગાવેલ મસાલા પાપડમાંથી જીવાત નીકળી છે. પાપડમાં ઈયળ દેખાતાં ગ્રાહકે આરોગ્ય વિભાગને જાણ કરી છે. pic.twitter.com/3Q75c35cKo
— ajitsinh Jadejatv (@AJadejatv) July 8, 2024
અગાઉ આઈસક્રીમમાંથી નીકળી હતી જીવાત
થોડા દિવસ પહેલા જ છાશવાળા પાર્લરના આઈસ્ક્રીમમાંથી જીવાત નીકળી હતી. તેમજ ગ્રાહકે ખરીદેલા આઈસક્રીમમાંથી જીવાત નીકળતા લોકો ચોંકી ગયા હતા. જેમાં જીવાત નીકળતા ગ્રાહકે ફૂડ વિભાગને જાણ કરી હતી. ત્યારે ફૂડ વિભાગે પાર્લર સંચાલકને રૂપિયા 10 હજારનો દંડ ફટકાર્યો હતો.
ગેલોપ્સ હોટલના વેજિટેલબ રાયતામાંથી જીવડું નીકળ્યુ હતું
રાજકોટના ક્ષત્રિય પરિવાર ગત તારીખ 24મીએ લીંબડી-સાયલા નેશનલ હાઈવે પર ગેલોપ્સ હોટલમાં જમવા રોકાયા હતા. જેમાં વેજિટેબલ રાયતામાંથી જીવડું નીકળતા પરિવારજનોમાં રોષ ફેલાયો હતો. હોટલના મેનેજરને આ અંગે ફરિયાદ કરતા તેઓએ હ્યુમન એરર ગણાવી હતી. રાજકોટના ધર્મદીપસિંહ મનહરસિંહ રાણા પરિવાર સાથે તારીખ 24ના રોજ કારમાં બરોડાથી રાજકોટ જતા હતા. બપોરે લીંબડી-સાયલા નેશનલ હાઈવે પર હોટલ ગેલોપ્સે જમવા રોકાયા હતા. જેમાં કાઠીયાવાડી થાળી, વેજીટેબલ બીરીયાની, રાયતા સહિતનો ઓર્ડર કર્યો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App