હાલમાં ગુજરાત રાજ્યમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસ ચિંતાનો વિષય બની ગયો છે. ગુજરાતમાં અત્યાર સુધી 28,000 કરતા વધુ કેસ સામે આવી ચુક્યા છે. અમદાવાદમાં અત્યાર સુધી 20,000ની આસપાસ કેસ આવી ચુક્યા છે. જયારે સુરતમાં 10,000 કરતા વધુ કેસ સામે આવી ચુક્યા છે. તો રાજ્યમાં કોરોનાના વધતા કેસને જોતા આવતીકાલે કેન્દ્રની ટીમ ગુજરાતની મુલાકાતે આવવાની છે. આ ટીમ કેન્દ્રીય હેલ્થ મિનિસ્ટ્રીના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલના નેતૃત્વમાં અહીં આવશે.
મળતી માહિતી અનુસાર, કેન્દ્રીય આરોગ્ય વિભાગના જોઈન્ટ સેક્રેટરીની સાથે એક નિષ્ણાંત ડોક્ટર પણ આવવાના છે. આ ટીમ આવતીકાલે સવારે 6.30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. ત્યારબાદ અમદાવાદના કન્ટેઈનમેન્ટ વિસ્તારની મુલાકાતે જશે. કેન્દ્રની ટીમ અમદાવાદની સિવિલ હોસ્પિટલ તથા સોલા સિવિલ હોસ્પિટલની પણ મુલાકાત લઈ શકે છે.
A Central Team led by Lav Agarwal, Jt Secretary, Ministry of Health will visit Gujarat, Maharashtra and Telangana on 26th-29th June. The team will interact with the State officials and coordinate with them to strengthen ongoing efforts for management of COVID-19: Health Ministry pic.twitter.com/USbPxWDDao
— ANI (@ANI) June 25, 2020
અમદાવાદમાં વધી રહેલા કોરોના વાયરસના કેસ અને સરકારની તૈયારી, હોસ્પિટલની સુવિધા સહિત અનેક મુદ્દાની તપાસ ટીમ દ્વારા કરવામાં આવશે. આ સાથે ડોક્ટરોને જરૂરી માર્ગદર્શન પણ પૂરુ પાડવામાં આવશે. ત્યાર બાદ અમદાવાદ જિલ્લા કલેક્ટર અને એએમસીના અધિકારીઓ સાથે બેઠક યોજશે. આ બેઠકમાં શહેરમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ કેન્દ્રની ટીમ સાંજે ચાર કલાકે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બેઠક યોજશે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની ટીમની મુલાકાતની આગેવાની સંયુક્ત સચિવ લવ અગ્રવાલ કરશે. આ ટીમ ત્રણેય રાજ્યોના અધિકારીઓ સાથે વાતચીત કરશે અને કોવિડ -19 મહામારીને નિપટવા અંગે કેવા પ્રકારના કાર્યો થઈ રહ્યા છે. કેવી રીતે તેને ડામી શકાય તે બાબતે હાલમાં ચાલી રહેલા પ્રયાસોમાં કેવા પ્રકારના સુધારાવધારા કરવા તેનું માર્ગદર્શન આપશે. હાલમાં થઈ રહેલા કાર્યોને નિપટવા માટેના કાર્યોમાં વધુ મજબૂતાઈ કેમ મળે તેનો સમન્વય કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news