Maharashtra Pregnent Woman News: મહારાષ્ટ્રના બુલઢાણાની સરકારી હોસ્પિટલમાં એક ગર્ભવતી મહિલાની સોનોગ્રાફી હાલ ચર્ચાનો વિષય બનેલી છે. ડોક્ટરે સોનોગ્રાફીનું (Maharashtra Pregnent Woman News) નજીકથી અવલોકન કર્યું તો તેઓ પણ ચોકી ગયા હતા, કારણકે ગર્ભવતીના પેટમાં બાળક દેખાઈ રહ્યું હતું સાથે જ તે બાળકના પેટમાં પણ અન્ય એક બાળક દેખાઈ રહ્યું હતું.
બે દિવસ પહેલા જિલ્લાના મોતાળા તાલુકાના એક ગામમાં 9 મહિનાની ગર્ભવતી મહિલા સરકારી હોસ્પિટલ પહોંચી હતી. ડોક્ટર પ્રસાદ અગ્રવાલએ ગર્ભવતી મહિલાની સોનોગ્રાફી કરી. સોનોગ્રાફી કરતી વખતે તેમને મહિલાના પેટમાં બાળક તો દેખાયું સાથે જ તે બાળકના પેટમાં પણ કોઈ વસ્તુ દેખાય હતી. ડોક્ટર અગ્રવાલએ ત્રણ વખત મહિલાની સોનોગ્રાફી કરી, તો તેમને જે દેખાયું તે જોઈ બધા જ ડોક્ટર આશ્ચર્યમાં પડી ગયા હતા. તે બાળકના પેટમાં પણ એક બાળક છે.
ડોક્ટર અગ્રવાલએ કહ્યું કે આ વાત તેમણે પોતાના વરિષ્ઠ ડોક્ટરોને જણાવી છે. વરિષ્ઠ ડોક્ટરોએ મહિલાની ડિલિવરીમાં કોઈપણ પ્રકારની સમસ્યા ન થાય એટલા માટે મોટી હોસ્પિટલમાં સંભાજીનગર મોકલી દેવાયા છે.
મહિલા રોગના વિશેષજ્ઞ ડોક્ટર પ્રસાદ અગ્રવાલને પૂછવામાં આવ્યું કે મહિલા અને પેટમાં ઉછરી રહેલા બાળકને કોઈ નુકસાન છે કે નહીં? તેના જવાબમાં ડોક્ટરે કહ્યું કે મહિલાને તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. પરંતુ ડિલિવરી બાદ જન્મેલા બાળકનો જલ્દીથી ઈલાજ નહીં કરવામાં આવે તો તેના વિકાસમાં મુશ્કેલી આવી શકે છે.
સિવિલ સર્જન ડોક્ટર ભાગવત ખુશારીએ જણાવ્યું કે તેને ડોક્ટરી ભાષામાં fetus in feto કહેવામાં આવે છે. દુનિયામાં આવી ઘટના ખૂબ દુર્લભ છે, જેમાં ભારતમાં આવા મામલા અત્યાર સુધીમાં 15 થી 20 જેવા જ સામે આવ્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App