મેકડોનાલ્ડમાં બર્ગર ખાવા જતા હોય તો સુરતનો આ વિડીયો એક વાર જોઈ લેજો નહિતર જિંદગીભર પસ્તાશો

ગુજરાતમાંથી અવાર-નવાર નામચીન રેસ્ટોરન્ટ અને હોટલોના ફૂડમાંથી ઈયળ અને જીવડા નીકળ્યા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. સુરત શહેરના સરથાણા જકાતનાકા પર આવેલ મેકડોનાલ્સ ફરી એક વખત વિવાદોમાં આવ્યું છે. આ વખતે મેકડોનાલ્ડની બ્રાન્ચમાં નાસ્તો કરવા ગયેલા એક યુવકના બર્ગરમાંથી એક વંદો નીકળતા હંગામો મચી ગયો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો યુવાને મોબાઇલમાં ઉતારીને સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. આ વંદો છે તેવું ખુદ મેકડોનાલ્ડના મેનેજરે પણ કબૂલે છે.

આ સમગ્ર ઘટના વિષે યુવકે પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો ઉતારીને સુરત મહાનગરપાલિકાની એપ્લિકેશનના માધ્યમથી ફૂડ સેફટી બાબતે મેકડોનાલ્ડ્સની સામે સુરત મહાનગરપાલિકામાં ફરિયાદ કરી હતી. હવે જોવાનું એ રહે છે કે, સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ મેકડોનાલ્ડ્સ પર કેવી કાયદેસરની કાર્યવાહી કરે છે.

રિપોર્ટ અનુસાર, સુરતના સરથાણા વિસ્તારમાં દીપકમલ શોપિંગ મોલમાં આવેલ મેકડોનાલ્ડ્સની બ્રાન્ચમાં એક યુવક તેના મિત્ર સાથે નાસ્તો કરવા માટે ગયો હતો. ત્યાં જઈને યુવકે બર્ગરનો ઓર્ડર કર્યો હતો.

યુવક લગભગ સાંજના સમયે સરથાણા જકાતનાકા પર આવેલ મેકડોનાલ્સમાં બર્ગર ખાવા માટે ઘયો હતો. ત્યાં તેને એક બર્ગરનો ઓડર આપ્યો. ઓર્ડર મુજબ થોડીવારમાં બર્ગર આવતા આ યુવાનોએ નાસ્તો કરવા માટે બર્ગરનું રેપર ખોલતાની સાથે તેમાં કૉકરોજ જોઈ યુવાનો હેરાન થઈ ગયા. આ જોઈને નાસ્તો કરવા આવેલા યુવાનો વિચારમાં પડી ગયા કે આવી મોટી બ્રાન્ડ અને મોટી મોટી વાતો વચ્ચે તેમના નાસ્તામાં આવુ કઈં નીકળી શકે. જોકે, પેહેલા યુવાનો દ્વારા આ મામલે સ્ટાફને જાણકારી આપવામાં આવી પણ સ્ટાફે પહેલા તો પોતાની ભૂલ સ્વીકારવાનું ના પાડી રહ્યો હતો.

ત્યારબાદ આ બ્રાન્ચનો મેનેજર અહીંયા આવી પહોંચ્યો હતો  અને બર્ગરની ઓર્ડર કરનાર યુવકને પૈસા રિફંડ આપવાની પણ વાત કરી હતી. આ સમયે યુવાનો દ્વારા આ બર્ગરનો વીડિયો ઉતારવાનું ચાલુ કર્યું હતું, જ્યાં મેનેજરે પોતાની ભૂલ સ્વીકારી હતી.

આ યુવાનો દ્વારા નાસ્તો કરતા પહેલા લોકોને ચેતે અને જોઈને ખાય તે માટે આ મોબાઈલ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. મહત્ત્વની વાત છે કે, મેકડોનાલ્ડ્સ જેવી નામચીન જગ્યા પર ફૂડના ખૂબ જ વધારે પૈસા લેવામાં આવે છે પરંતુ પૈસાની સામે આવુ બેદરકારીભર્યુ ભજન લોકોને મળતા લોકો પણ હવે આશ્ચર્યચકિત થઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *