લોકડાઉનમાં સંકટમાં મુકાયેલા પરિવારને મદદ કરવા BBA કરેલી દીકરીએ ફ્રુટ વેચવાનું શરુ કર્યું, કરે છે મહીને હજારોની કમાણી

હાલ કોરોના વાયરસના કારણે લોકડાઉન આપી દેવામાં આવ્યું છે. ત્યારે આવા સમયે દરેક ધંધાઓ બંધ છે અને લોકોની રોજગારી બંધ થઇ ગઈ છે. આવા દિવસોમાં ગુજરાન…

હાલ કોરોના વાયરસના કારણે લોકડાઉન આપી દેવામાં આવ્યું છે. ત્યારે આવા સમયે દરેક ધંધાઓ બંધ છે અને લોકોની રોજગારી બંધ થઇ ગઈ છે. આવા દિવસોમાં ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે કેટલાક લોકોએ બીજા સામે હાથ લંબાવવાને બદલે જાતમહેનતમાં વધુ વિશ્વાસ રાખી જે થઈ શકે તે કામ કરવાનું શરુ કરી દીધું છે. આ વાતને સાચી સાબિત કરનાર એક યુવતી છે, જેનું નામ છે સિમરન મોહેલ, જેણે બીબીએની ડિગ્રી ધરાવતી હોવા છતાં હાલના દિવસોમાં પોતાના પરિવારને મદદરુપ થવા માટે ટેટી અને તરબૂચ જેવા ફળો વેચી રહી છે.

સિમરન સર્ટિફાઈડ કોસ્મેટોલોજિસ્ટ પણ છે. લોકડાઉન શરુ થયું તે પહેલા તે મુંબઈમાં ટ્રેનિંગ માટે જવાની હતી. તેને એક ક્રુઝ શિપ પર બ્યૂટિ થેરાપિસ્ટ તરીકે નોકરી મળી હતી, અને નોકરી આપનારી કંપની લંડનની હતી. જોકે, લોકડાઉનને કારણે તેના પ્લાન પર પાણી ફરી વળ્યું હતું. સામાન્ય પરિવારની દીકરી એવી સિમરનના પિતા લૉ ગાર્ડન પાસે છોલે-કુલચેનું સ્ટેન્ડ ચલાવે છે. જોકે, લોકડાઉન ચાલુ થયું ત્યારથી તેમને એકેય રુપિયાની આવક નથી થઈ.

નહેરુનગરમાં ભાડાના મકાનમાં રહેતી સિમરનનો પરિવાર ગણતરીના દિવસોમાં જ રુપિયાની તંગી અનુભવવા લાગ્યો. સદનસીબે મકાનમાલિકે ભાડું ના માગતા તેમને સંઘર્ષમાં થઈ શકે તેટલી મદદ કરી. સિમરનનો ભાઈ એક ડેરીમાં કામ કરે છે, પરંતુ તેની આવક એટલી નથી કે તેનાથી પરિવારનું ગુજરાન ચાલી શકે. આખો પરિવાર મુશ્કેલીમાં આવી જતાં સિમરને આખરે ગમે તેમ કરીને પરિવારને મદદ કરવાનું નક્કી કર્યું.

આ સમયે બીજું કંઈ કરવું શક્ય ના હોવાથી સિમરને લોકડાઉનમાં ટેટી અને તરબૂચ વેચવાનું જ શરુ કરી દીધું. તેના પિતા રોજ સવારે જથ્થાબંધ માર્કેટમાંથી ફળ લઈ આવે છે, અને સિમરન આંબાવાડી વિસ્તારમાં લારી લગાવી તેનું વેચાણ કરે છે. છેલ્લા 25 દિવસમાં તે 10,000 રુપિયા જેટલો નફો પણ કમાઈ ચૂકી છે. આ ઘટનાથી આપણને જાણ થાય કે લોકો પાસે આવા સમયમાં ખાવા માટે પૈસા ખૂટી રહ્યા છે, અને નોકરી-ધંધા બંધ હોવાથી કોઈ કામ પણ મળી નથી રહ્યું, તો આવા સમયમાં ગમે તેવું કામ કરી પૈસા કમાઈ પરિવારનું ધ્યાન રાખવું તે ખુબ મોટી વાત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *