જે લોકોને સફળતા પ્રાપ્ત કરવી જ હોય, તેઓને કોઈ અડચણો નડતી નથી. તેઓ ગમે તેટલી મુશ્કેલીઓ આવવા છતાં પણ સખત મહેનત કરી પોતાના લક્ષ્યને હાંસલ કરતા હોય છે. તેમજ પોતાના માતા-પિતાનું નામ રોશન કરતા હોય છે. ત્યારે આજે આપણે એક એવા જ ખેડૂત પુત્ર વિષે જાણીએ જેઓએ એમેઝોન(Amazon) કંપનીમાં એક કરોડના પેકેજ વાળી નોકરી મેળવીને માતા-પિતાનું મહેનતને સાચી સાર્થક કરી છે.
મળતી માહિતી અનુસાર, સૌરભ નામનો યુવક રાજસ્થાનના ઝૂનઝૂનુનો રહેવાસી છે. તેણે તેનો શરૂઆતનો અભ્યાસ તેના ગામ મલસીંસરમાં જ કર્યો હતો. તેમના પરિવારની પરિસ્થિતિ એટલી સારી નહતી તો પણ માતા-પિતાએ દીકરાને ભણાવવા તેમની મહેનત ચાલુ રાખી હતી. ત્યારે તેને IIT કરવા માટેની પ્રેરણા તેની ફોઈની દીકરીઓમાંથી મળી હતી.
તે ધોરણ દસના અભ્યાસ પછી સીકર આવ્યો અને તેનો આગળનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો. ત્યારે તેઓ કાનપુરમાં IIT માટે જોડાઈ ગયા હતા. હાલમાં તેઓએ IIT નો અભ્યાસ પૂરો કર્યો હતો અને તેઓને લાખો રૂપિયાની ઓફર આવી હતી. જાણવા મળ્યું છે કે, સૌરભને સૌ પ્રથમ એપીટી પોર્ટફોલિયો કંપનીમાં ૫૦ લાખ રૂપિયાના પેકેજની નોકરી મળી હતી, ત્યારબાદ તેઓએ એન્જીનીયરીંગની ડિગ્રી પહેલા જ ૧ કરોડના પેકેજ વાળી નોકરી મળી ગઈ હતી.
હાલમાં સૌરભને ડેન્ગ્યુ થયો હતો. જેથી તે બેડ રેસ્ટ પર હતા એવામાં તેમને એમેજોન કંપનીમાંથી મેલ આવ્યો હતો કે, બીજી ડિસેમ્બરે તેમને ઇન્ટરવ્યૂ છે. આમ તેઓએ આ ઓફર મેળવીને માતા-પિતાની મહેનતને સાચી સાર્થક કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.