મોદી સરકારે વધુ એક સરકારી કંપનીનું કર્યું ખાનગીકરણ- હજારો કરોડ મેંળવવાનો લક્ષ્યાંક

આઝાદી પછી આ દેશના ઘણા વડાપ્રધાન મળ્યા. કોઈને વિકાસની ગતિ ધીમી હશે તો, કોઈને ફાસ્ટ પણ હશે પરંતુ વિકાસ અવિરત રીતે થયો છે. દેશના વિકાસમાં સરકારની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે. લોકો કાળી મજૂરી કરે છે, ખેતી ખેત મજૂરી કરે છે કે કોઈ ઉદ્યોગો નાખે છે. દરેકની ચિંતા શાસન વ્યવસ્થામાં થઈ છે. કદાચ પ્રમાણ ઓછા વધુ હોઈ શકે. આ ઉપરાંત, હાલમાં ભારત દેશ સતત કર્જમાં ડૂબી રહ્યો છે. આ દરમ્યાન પણ મોદી સરકાર સરકારી કંપનીઓનું ખાનગીકરણ કરી રહી છે. ખાનગીકરણની દિશામાં સરકારે એક વધુ પગલું આગળ વધારીને નીલાચલ ઇસ્પાત નિગમ લિમિટેડ કંપનીમાં 93.71 ટકા હિસ્સો ટાટા ગ્રૂપ(Tata Group)ને આપવા જઈ રહી છે.

રતન ટાટાના હાથમાં સોંપાશે કમાન
ઓડિશા(Odisha) સ્થિત નીલાચલ ઇસ્પાત નિગમ લિમિટેડ (NINL) ને ટાટા ગ્રૂપની ફર્મને સોંપવાનું કામ જુલાઈના મધ્ય સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. એક અધિકારીએ જણાવ્યું કે, ટાટા સ્ટીલના એકમ ટાટા સ્ટીલ લોંગ પ્રોડક્ટ્સ (TSLP)એ આ વર્ષે જાન્યુઆરીમાં NINLમાં રૂ. 12,100 કરોડના એન્ટરપ્રાઇઝ મૂલ્યમાં 93.71 ટકા હિસ્સો ભાગીદારી કરવાની બિડ જીતી હતી. કંપનીએ જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ, નલવા સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ અને JSW સ્ટીલ લિમિટેડના કન્સોર્ટિયમને પાછળ છોડીને આ સફળતા હાંસલ કરી હતી.

અંતિમ તબક્કામાં છે વ્યવહાર 
એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે, “ટ્રાન્ઝેક્શન અંતિમ તબક્કામાં છે અને ટ્રાન્સફર આવતા મહિનાના મધ્ય સુધીમાં થઈ જવું જોઈએ.” કંપનીમાં સરકારની કોઈ હિસ્સેદારી ન હોવાથી વેચાણની રકમ સરકારી તિજોરીમાં જમા કરવામાં આવશે નહીં. અને તેના બદલે ઓડિશા સરકારના ચાર CPSE અને બે PSUમાં જશે.

કંપની પર છે મોટું દેવું
જણાવી દઈએ કે નીલાચલ ઈસ્પાત નિગમ લિમિટેડ પાસે 1.1 એમટીની ક્ષમતા સાથે ઓડિશાના કલિંગનગર ખાતે એકીકૃત સ્ટીલ પ્લાન્ટ છે. આ સરકારી કંપની પણ ભારે ખોટમાં ચાલી રહી છે અને આ પ્લાન્ટ 30 માર્ચ 2020થી બંધ છે. કંપની પાસે 31 માર્ચ, 2021 સુધીમાં રૂ. 6,600 કરોડથી વધુનું દેવું અને જવાબદારીઓ છે, જેમાં પ્રમોટરોને રૂ. 4,116 કરોડ, બેન્કોના રૂ. 1,741 કરોડ, અન્ય લેણદારો અને કર્મચારીઓના જંગી લેણાંનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *