‘હું ભાજપનો નેતા છું’ કહી ઉઘરાણી કરતા ભાજપના નેતા વિરુદ્ધ નોંધાઈ કરોડોની છેતરપિંડીની ફરિયાદ

હાલ વધુ એક છેતરપિંડી (Fraud)ની ઘટના સામે આવી છે. જેમાં ડીસા(Disa) માર્કેટયાર્ડ (Marketyard)ના ચેરમેન(Chairman) તથા ભાજપના નેતા(BJP leader) સામે છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવે છે. જાણવા મળ્યું છે કે, રાજસ્થાન (Rajasthan)માં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો બનાવ્યા બાદ માવજી દેસાઈએ મટીરીયલવાળાઓને પૈસા ચૂકવ્યા ન હતા. જેને પગલે ભાજપના નેતા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, માવજી દેસાઈની એરોમા રિયાલિટીઝ કંપની લિમિટેડ દ્વારા રાજસ્થાનમાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ 970 મકાનો બનાવાયા હતા અને મટીરીયલ પૂરો પાડનાર વેપારીઓ સાથે કરાર કર્યા હતા. ત્યારે મકાનો બની ગયા બાદ પણ વેપારીનો એક પણ રૂપિયો ચૂકવવામાં આવ્યો ન હતો. જે માટે 14 જેટલા વેપારીઓએ માવજી દેસાઈ પાસે પોતાના પૈસા મેળવવા માટે વારંવાર ઉઘરાણી કરી હતી.

આ દરમિયાન માવજી દેસાઈ એ પૈસા આપવાના બદલે ભાજપના નેતા હોવાનો રોફ બતાવ્યો હતો તેમ જ ધમકીઓ પણ આપી હતી. વારંવાર આવું થવાને કારણે આખરે કંટાળેલા વેપારીઓએ ઉદયપુરમાં હિરન મગરી પોલીસ મથકે માવજી દેસાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. માવજી દેસાઈ સિવાય અન્ય લોકો સામે પણ છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવે છે. જેમાં પોલીસે આઈપીસી કલમ 420 406 અને 420 B મુજબની ફરિયાદ નોંધી છે. તેમજ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ સિવાય વેપારીઓએ પોતાના પૈસા પરત મેળવવા માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને પણ લેખિત રજૂઆત કરી છે. ત્યારે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ પણ માવજી દેસાઈને અટકાયત પણ કરવામાં આવી નથી, કે ન તો વેપારીને તેના પૈસા ચૂકવવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *