પાલનપુર-અમદાવાદ નેશનલ હાઈવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો, 3 લોકોના કરુણ મોત- ‘ઓમ શાંતિ’

ગુજરાત(Gujarat): પાલનપુર(Palanpur)ના કાણોદર(Kanodar) પાસે વહેલી સવારે લકઝરી બસ અને ટ્રક વચ્ચે દર્દનાક અકસ્માત(Accident) સર્જાયો હતો. જેમાં 3 લોકોના મોત થયા હતા અને 15થી વધુ મુસાફરો…

ગુજરાત(Gujarat): પાલનપુર(Palanpur)ના કાણોદર(Kanodar) પાસે વહેલી સવારે લકઝરી બસ અને ટ્રક વચ્ચે દર્દનાક અકસ્માત(Accident) સર્જાયો હતો. જેમાં 3 લોકોના મોત થયા હતા અને 15થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા. બનાવની વિગત એવી છે કે, રાજસ્થાનથી અમદાવાદ જઈ રહેલી લકઝરી બસના 3 મુસાફરોને કાણોદર પાસે ઉભેલી ટ્રકે ટક્કર મારતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ અકસ્માતમાં 15થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. જેમને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે રીફર કરાયા છે. જો કે મૃત્યુઆંક હજુ વધી શકે છે.

હાલ પાલનપુર તાલુકા પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બસ રાજસ્થાનથી અમદાવાદ જઈ રહી હતી ત્યારે પાર્ક કરેલી ટ્રક પાછળ લક્ઝરી બસ કેવી રીતે ફસાઈ ગઈ તે તપાસનો વિષય છે. બન્યું એવું કે એક લક્ઝરી બસની આવી રહેલી ટ્રક સાથે જોરદાર રીતે અથડાઈ હતી.

નોંધનીય છે કે, ગુજરાતમાં અવારનવાર અકસ્માતો થાય છે. તાજેતરમાં રાજ્યના ડીસાના ઘર પાસે બસ અને જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ધાનેરા-અમદાવાદ બસ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બેકાબુ બસ ડિવાઈડર કૂદીને અકસ્માત બાદ નીચે ઉતરી ગઈ હતી. અકસ્માત સમયે બસમાં 40 જેટલા મુસાફરો સવાર હતા. જીપ ચાલકને ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ થોડા સમય બાદ જીપ ચાલકનું મોત થયું હતું. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *