Couple Romance Viral Video: જો બહાર ન જવું પડતું હોય તો વરસાદની ઋતુ સૌથી સુખદ અને સારી ઋતુ માનવામાં આવે છે. વરસાદમાં ચા-ગરમાગરમ ભજીયા ખાવાનું કે ટેરેસ પર ભીનું થવું ભાગ્યે જ કોઈને ગમતું નથી. વરસાદમાં રોમાંસની પણ ઘણી ચર્ચા હોય છે. ત્યારે આવો જ એક વીડિયો(Couple Romance Viral Video) સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક કપલ ધાબા પર ગુપચુપ રોમાન્સ કરી રહ્યું છે પરંતુ કોઈએ તેનો વીડિયો બનાવી અને વાયરલ કરી નાખ્યો છે.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે બે અલગ-અલગ છત પર બે લોકો હાજર છે. તેમાંથી એક છોકરી અને એક છોકરો છે. બંને દિવાલની બાજુમાં આવે છે. છોકરી લાકડાની સીડીના સહારાથી દિવાલ સુધી પહોંચે છે અને ત્યાં ઉભેલા છોકરાને મળે છે. વીડિયોમાં તે સ્પષ્ટ નથી પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને કિસ કરી રહ્યા હતા.
કપલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે
કોઈએ આ વીડિયો રેકોર્ડ કર્યો જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર ફની કોમેન્ટ કરી રહ્યા છે તો કેટલાક આ કપલની ટીકા કરી રહ્યા છે. વીડિયો શેર કરીને લખવામાં આવ્યું છે કે આ લોકો વરસાદનો યોગ્ય ઉપયોગ કરી રહ્યા છે.
Baarish ka sahi istemal karna koi inse sikhe !! pic.twitter.com/qXzZQ9L2nH
— Vijay (@veejuparmar) July 3, 2024
યુઝર્સે આપી આવી પ્રતિક્રિયા
એકે લખ્યું કે મને એવું લાગે છે કે આ બંનેએ તેમના મગજનો પુરેપુરો ઉપયોગ કરી લીધો છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે છતની દીવાલ ઉંચી કરવાથી કોઈ ફાયદો થશે નહીં. બાળકોને સારા સંસ્કાર આપવા જોઈએ. અન્ય બીજાએ લખ્યું કે જ્યારે બધા વરસાદમાં છુપાઈને બેઠા છે, ત્યારે આ બંને ફ્લર્ટ કરી રહ્યાં છે. આ ખરેખર વરસાદનો સારો ઉપયોગ છે. બીજાએ લખ્યું કે આવા વીડિયો રેકોર્ડ ન કરવા જોઈએ. અન્ય એકે લખ્યું કે આને કહેવાય તકનો પૂરેપૂરો લાભ ઉઠાવવો.
તો બીજા યુઝરે કહ્યું કે દેશમાં ઘણા તેજસ્વી લોકો છે, તેઓ એક પણ તક છોડવા માંગતા નથી. બીજાએ લખ્યું કે દેશમાં આવા તેજસ્વી લોકોની કોઈ કમી નથી. લોકો માત્ર તકો શોધી રહ્યા છે.ત્યારે એક યુઝરે તો એવી કમેન્ટ કરી આના કરતા ઓયોમાં જતા રહ્યા હોત તો… આ વીડિયોને @veejuparmar નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે, જેને 10 લાખથી વધુ લોકોએ જોયો છે. આના પર હજારો લોકોએ કોમેન્ટ કરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App