આ એક નિર્ણયથી સુરતના તમામ રત્નકલાકારોની આજીવિકા મુકાઇ શકે છે જોખમમાં- વિદેશથી આવતા રશિયન હીરા પર પ્રતિબંધ…

ગુજરાત(Gujarat): મળી રહેલા સમાચાર મુજબ એક નિર્ણયથી સુરત(Surat)ના તમામ રત્નકલાકારો(Diamond Worker)ની આજીવિકા જોખમમાં મુકાઈ શકે છે. જો વાત કરવામાં આવે તો અમેરિકા(America) અને યુરોપિયન યુનિયન(European…

ગુજરાત(Gujarat): મળી રહેલા સમાચાર મુજબ એક નિર્ણયથી સુરત(Surat)ના તમામ રત્નકલાકારો(Diamond Worker)ની આજીવિકા જોખમમાં મુકાઈ શકે છે. જો વાત કરવામાં આવે તો અમેરિકા(America) અને યુરોપિયન યુનિયન(European Union) ભારતને મોટો ઝટકો આપી શકે છે. અમેરિકા સહિત અનેક પશ્ચિમી દેશો દ્વારા લગાવવામાં આવેલ આર્થિક પ્રતિબંધો છતાં અમેરિકા અને યુરોપિયન યુનિયન રશિયા સાથે કારોબાર કરી રહેલા ભારતને મોટો ઝટકો આપવાની તૈયારી કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. એક અહેવાલ અનુસાર યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ અને યુરોપિયન યુનિયન રશિયન હીરા પર કડક નિયંત્રણો(Strict controls on Russian diamonds) લગાવવાની તૈયારી કરી રહ્યા છે.

મહત્વનું છે કે, ડાયમંડ પોલીસ માટે ભારત એક મુખ્ય અને મોટું બજાર ગણવામાં આવે છે. સમગ્ર વિશ્વના લગભગ ૯૦ ટકા હીરા ભારતમાં કાપવામાં અને પોલીશ કરવામાં આવે છે. પશ્ચિમી દેશોએ અને અમેરિકા દ્વારા પહેલેથી જ રશિયન તેલની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં પણ ભારત રશિયા પાસેથી સબસીડી વાળા ભાવે મોટા પ્રમાણમાં તેલ ખરીદી રહ્યું છે. ત્યારે હવે ભારત અમેરિકા અને રશિયા વચ્ચેની લડાઈમાં સુડી વચ્ચે સોપારી બની રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય એ છે કે, એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર, એક અઠવાડિયા અગાઉ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ અને યુરોપિયન યુનિયનના અધિકારીઓએ મુંબઈ અગ્રણી હીરા વેપારીઓ અને જવેલર્સને ચેતવણી આપતા કહ્યું હતું કે, રશિયન હીરા પર કડક નિયંત્રણો લગાવવાની તૈયારીઓ ચાલી રહી છે.

વાત કરવામાં આવે તો રશિયા દ્વારા હાલમાં તેના રફ હીરાને પોલીસિંગ માટે સુરતની ફેક્ટરીઓમાં મોકલવામાં આવે છે. સુરતથી તેને પોલીશ કરવામાં આવે છે અને પેરિસ, ન્યુયોર્ક અને ટોક્યો ના લક્ઝરી સ્ટોર ડીલરોને સપ્લાય કરવામાં આવે છે ત્યારે હવે પ્રતિબંધ પછી તેને પણ ગ્રહણ લાગશે.

એક અંગ્રેજી અખબાર સાથે વાત કરતા, જેમ્સ એન્ડ જવેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન વિપુલભાઈ શાહે જણાવતા કહ્યું હતું કે, અમે યુએસ સરકાર અને યુરોપિયનના અધિકારીઓ સાથે આ મહિને એક મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા. જા અમને કહેવામાં આવ્યું છે કે, યુએસ અને અન્ય G-7 દેશો યુએસમાં વેચાતા રશિયન હીરા પર કડક પ્રતિબંધ લગાવવાની તૈયારીઓ ચાલી રહી છે. વિપુલ શાહે વધુમાં જણાવતા કહ્યું હતું કે, અમેરિકા અને યુરોપિયન યુનિયન મે મહિનાના અંત સુધીમાં આ પ્રતિબંધ લાગુ કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *