યુવરાજસિંહ કેમ પોલીસથી ભાગે છે? ભૂતકાળમાં પણ રણછોડ બનેલો યુયુત્સુ ભાજપના કયા નેતાના ઈશારે નાચે છે?

સાંત્વના એક મોટું હથિયાર છે, આંસુ પાડે એટલે લોકો સાંત્વના આપે. બસ આ જ થીયરી અનુસાર હવે ‘ગુજરાતમાં પેપર ફૂટે છે’ વાળું આંદોલન ચલાવતો યુવરાજસિંહ…

સાંત્વના એક મોટું હથિયાર છે, આંસુ પાડે એટલે લોકો સાંત્વના આપે. બસ આ જ થીયરી અનુસાર હવે ‘ગુજરાતમાં પેપર ફૂટે છે’ વાળું આંદોલન ચલાવતો યુવરાજસિંહ (Yuvrajsinh Jadeja Yuyutsu) સાંત્વના એકઠી કરી રહ્યો છે અને પોતાની ટ્વીટર આર્મી દ્વારા સતત સાંત્વના મેળવવાના નિરર્થક પ્રયાસો કરી રહ્યો છે. પોલીસે સમન્સ પાઠવતા બીમાર પડી ગયા હોવાનું બહાનું ધરીને પોલીસ સમક્ષ પુરાવા સાથે હાજર થવાની વાતો કરનાર યુવરાજ પોલીસથી હવે ભાગી રહ્યા છે.

ખરેખર હવે યુવરાજસિંહ (Yuvrajsinh Jadeja) એકલો પડી ગયો છે કેમ કે ભાજપના ભાવનગર (Bhavnagar BJP Leader) અને અમદાવાદના (Ahmedabad BJP Leader) મંત્રી રહી ચુકેલા એ નેતાઓ કે જે પોતાની મહત્વાકાંક્ષાઓ માટે યુવરાજનો ઉપયોગ કરી રહ્યા હતા તેઓ સાથ છોડી ગયા છે. યુવરાજ પણ શિક્ષિત હોવા છતાં ન જાણી શક્યો કે પોતાના જ જ્ઞાતિના નેતાએ પોતાના સ્વાર્થ માટે યુયુત્સુને જ્ઞાતિવાદમાં ધકેલી દીધો. સરકારના જ આ નેતાઓ અને કેટલાક અધિકારીઓની સંડોવણીની ગૃહ વિભાગને શંકા હવે હકીકતમાં પરિણમી જવા પામી છે. યુવરાજને સરળતાથી પોલીસને માહિતી મળે એ પહેલા માહિતી મળી જવી એ સંજોગો કે તપાસ નહિ પણ એક પ્લાનનો ભાગ જ હોવાનું બહાર આવે એ પૂર્ણ શક્યતાઓ રહેલી છે.

યુયુત્સુ અર્થાત યુવરાજસિંહ પર ભાવનગર પોલીસ નું કડક વલણ છે ત્યારે હવે યુવરાજના એક સમયના સાથી ચિંતન પટેલે માંગણી કરી છે કે, ભાવનગર રેન્જ આઈ.જી તથા ગૃહમંત્રીને એક વિનંતી છે કે યુવરાજસિંહ ના ફોન ની તારીખ 17મી નવેમ્બર 2019 થી લઈને આજ દિન સુધીની સંપૂર્ણ રીતે ચકાસણી કરવામાં આવે, તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ તેમજ ટેલિગ્રામ ચેનલ ની પણ ચકાસણી કરવામાં આવે.

સોશિયલ મીડિયાના માધ્યમથી ચિંતન પટેલ શું કહે છે?

એક દિવસ જે માણસ ને ગાંધીનગર માં રહેવા માટે કોઈ આશરો નહિ મળતો હતો તેન આજે ગાંધીનગર માં એક લક્ઝુરિયસ ફ્લેટ અને ગાડી ની માલિકી ધરાવી રહ્યો છે. જુના આંદોલનકારીઓ હજી પણ એ જ પરિસ્થિતિ માં જીવી રહ્યા છે ત્યારે આ યુવરાજસિંહ પાસે આટલી સંપત્તિ કેવી રીતે ઉભી થઇ?

ડિસેમ્બર 2019 માં બિનસચિવાલય આંદોલન શરૂ થયું હતું ત્યારે બીજા દિવસે એ તમામ વિદ્યાર્થીઓને રસ્તા પર છોડીને કોની સાથે મિટિંગ કરવા સચિવાલય માં ગયો હતો અને પછી આંદોલન નું મેદાન છોડી પાછળ ના રસ્તે કેમ ભાગી ગયો તેની પણ તપાસ થવી જોઈએ.

હંમેશા કોઈપણ પરીક્ષા હોય પેપરલીક ના પુરાવા એવા તો કેવી રીતે મળી જાય છે કે જે સરકાર ને પણ મળવા ખૂબ જ મુશ્કેલ છે તેની પણ તપાસ થવી જોઈએ.

2020 માં દિનેશભાઇ બાંભણીયા દ્વારા તમામ આંદોલનકારીઓને એક મંચ પર લાવી શિક્ષિત બેરોજગાર સમિતિ ની રચના કરી તમામ ભરતીઓ માટે લડત ઉપાડી હતી ત્યારે પણ ગણતરી ના દિવસો માં લડત છોડીને કેમ ભાગી જવું પડ્યું તેની પણ તપાસ થવી જોઈએ. 2019 માં વિદ્યાર્થીઓ રસ્તા પર આંદોલન કરી રહ્યા હતા ત્યારે ભૂગર્ભ માં ઉતરી અને વિદ્યાર્થીઓ ને કોંગ્રેસી તરીકે સંબોધિત કરનાર આ માણસ પાછળ ક્યાં મોટા નેતાનો હાથ છે તેની પણ કાર્યવાહી થવી જોઈએ.

2019માં જેટલા પણ આંદોલનકારીઓ સાથે રહીને લડત ચલાવતા હતા તેમાંથી ધીમે ધીમે યુવરાજસિંહ ના વિરોધી બનવાનું કારણ શું? શુ યુવરાજસિંહ ખોટા રસ્તાઓ પર ચાલી રહ્યો હતો કે પછી બીજા આંદોલનકારીઓ તેની હકીકત જાણી ગયા હશે એટલે પોતે યુવરાજસિંહ ના વિરોધી બન્યા ?

લાંબા સમયથી વિદ્યાર્થીઓ પરીક્ષા ની તૈયારી કરતા હોય છે અને ખર્ચ ઉપાડી ને કેન્દ્ર પર જતાં હોય છે અને પરીક્ષા આપતા હોય છે ત્યારે હંમેશા મીડિયા સામે આવી પરીક્ષા પૂર્ણ થયા બાદ જ કેમ પેપરલીક ના પુરાવા જાહેર કરે છે શું તેની પાસે પુરાવા હોય તો પરીક્ષા ના આગળના દિવસે જાહેર ન કરી શકે? પરીક્ષાઓ અને ભરતીઓમાં વિઘ્ન શા માટે ઉભું કરી રહ્યો છે આ યુવરાજસિંહ?

યુવરાજસિંહ ની તપાસ છેક સચિવાલય થી લઈને સામાન્ય ગ્રામ પંચાયત સુધી પણ થવી જોઈએ અને સરકારના કેટલા અધિકારીઓ તેના સંપર્ક માં છે જે સરકાર માટે નહિ પણ યુવરાજસિંહ માટે કામ કરી રહ્યા છે? 2022 ની ચૂંટણી માં આમ આદમી પાર્ટી દ્વારા તેને દહેગામ વિધાનસભા પર ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે પણ આમ આદમી પાર્ટી ને દગો આપીને કોના ઈશારે ચૂંટણી નહિ લડવાની જાહેરાત કરી ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *