ભણેલા ભલે આંદોલન કરે, પણ તમે ભાજપ કાર્યકર છો? અભણ હશો તોય સી આર પાટીલની ભાજપ તમને આપશે સરકારી નોકરી

આજે એવા પણ કેટલાય યુવાનો છે, જેઓ પાસે ડીગ્રી(degree) હોય છે. તેમ છતાં પણ નોકરી(job) મળતી નથી. લોકો ડીગ્રી મેળવવા માટે મહેનતની સાથે સાથે પાણીની…

આજે એવા પણ કેટલાય યુવાનો છે, જેઓ પાસે ડીગ્રી(degree) હોય છે. તેમ છતાં પણ નોકરી(job) મળતી નથી. લોકો ડીગ્રી મેળવવા માટે મહેનતની સાથે સાથે પાણીની જેમ રૂપિયા પણ વહાવતા હોય છે. તેમ છતાં પણ નોકરી મળતી નથી. જયારે બીજી તરફ ભાજપ(BJP) યુવા મોરચાના કાર્યકરોને શૈક્ષણિક લાયકાત(Educational Qualification) વિના ઘરબેઠા નોકરી આપવા તખ્તો ઘડાયો છે. રૂપાણી સરકારની વિદાય બાદ તરત જ યુવા સાંસ્કૃતિક બોર્ડ વિખેરી દેવાયુ હતુ પણ વિધાનસભાની ચૂંટણી(Assembly elections) નજીક આવતાં જ કાર્યકરોને સાચવી લેવા આ વિભાગ ફરી કાર્યરત કરાયુ છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતા દરેક પક્ષોએ કમર કસી લીધી છે. આવી સ્થિતિમાં ભાજપે કાર્યકરોને સાચવી લેવા ફરી યુવક સેવા સાંસ્કૃતિક બોર્ડ કાર્યરત કર્યું છે. ઉલ્લેખનીય છેકે, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના વખતમાં સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ બોર્ડ હેઠળ નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતમાં નોકરી અપાઇ હતી. એટલુ જ નહીં, ભાજપના કાર્યકરોને સંયોજક તરીકે પણ નોકરી અપાઇ હતી. જોકે, રૂપાણી સરકારની અચાનક જ વિદાય થતાં આ બોર્ડ પણ વિખેરી દેવાયુ હતું અને ભાજપના સંયોજકોને છુટા કરી દેવાયા હતાં. પણ ચૂંટણીને જોતા ફરી આ બોર્ડ કાર્યરત કરવામાં આવ્યું છે.

જાણવા મળ્યું છે કે, ભાજપ યુવા મોરચાના ત્રણ હજારથી વધુ કાર્યકરોને નોકરી આપવા પેરવી કરાઇ રહી છે. ગુજરાતના 15 ઝોનમાં યુવક સેવા સાંસ્કૃતિક વિભાગના નેજા હેઠળ 3,400 કાર્યકરોની ભરતી કરાશે, જેમાં અત્યાર સુધી 800 કાર્યકરોની પસંદગી કરાઇ છે. ભાજપ યુવા મોરચાના પદાધિકારીઓને સંયોજક તરીકે નોકરી આપવામાં આવશે. સંયોજકોએ સરકારની વિવિધ યોજનાનો પ્રચાર પ્રસાર કરવાની જવાબદારી અપાશે.

આ અંગે વિચારવા જેવી બાબત તો એ છે કે, આશા વર્કરો, મધ્યાહન ભોજના યોજનાના કર્મચારીઓ ઉપરાંત આંગણવાડી બહેનો આખોઆખો દિવસ કામ કરે તો પણ માંડ પાંચ હજાર પગાર અપાય છે. જયારે તાલુકા સંયોજકને રૂ.12 હજાર, જિલ્લા સંયોજકને રૂ.17 હજાર અને ઝોન સંયોજકને રૂ.૨૫ હજાર પગાર ચૂકવાશે. ગુજરાતમાં લાખો યુવાઓ બેરોજગાર છે. ડીગ્રીધારી યુવાઓ પણ નોકરી માટે આમથી તેમ ભટકી રહ્યા છે, ત્યારે ભાજપના કાર્યકરોને ઘેરબેઠા રૂ.25 હજારની નોકરી મળી રહી છે. આ સંયોજકોને ખાનગી એજન્સી ભાડે કરીને લાખો રુપિયા પગાર ચૂકવાશે. ભાજપના સંયોજકો સરકારના પૈસે પક્ષનો પ્રચાર કરશે અને કાર્યકરો પણ નોકરીના નામે કમાણી કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *