બોગસ ડીગ્રીના વિવાદમાં સંડોવાયેલા ભાજપ કાર્યકરને ગુજરાત યુવક બોર્ડમાં સ્થાન મળતા વિવાદ

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી પરીક્ષા પેપર લીકથી લઈને બોગસ ડિગ્રી કૌભાંડની અનેક ઘટનાઓ સામે આવી છે. ત્યારે ડીગ્રી કોભાંડના વિવાદાસ્પદ યુવા મોરચાના અગ્રણી કૌશલ દવે…

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી પરીક્ષા પેપર લીકથી લઈને બોગસ ડિગ્રી કૌભાંડની અનેક ઘટનાઓ સામે આવી છે. ત્યારે ડીગ્રી કોભાંડના વિવાદાસ્પદ યુવા મોરચાના અગ્રણી કૌશલ દવે ને ગુજરાત રાજ્ય યુવક બોર્ડમાં ગુજરાતના સ્ટેટ કોર્ડીનેટર તરીકે નિમણૂક કરી છે. જે ભાજપના કાર્યકર્તાઓ સહીત લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે અને વિવાદ સર્જાયો છે. હવે જે વ્યકિત ડીગ્રી કોભાંડમાં સંકળાયેલો છે, તેની ગુજરાતના સ્ટેટ કોર્ડીનેટર તરીકે ની નિમણૂક કેમ?

ડીગ્રી કૌભાંડના સૂત્રધાર અને યુવા મોરચાના પૂર્વ મહામંત્રી કૌશલ દવેનાં નિમણુક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ અને રાજ્યના ગૃહ મંત્રી હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દ્વારા કૌશલ દવેની ગુજરાત સ્ટેટ કોર્ડીનેટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી, જેનાથી વધુ વિવાદ સર્જાયો છે. ખાસ કરીને સૌથી વધુ રોષની લાગણી ભાજપના કાર્યકર્તાઓમાં જોવા મળી હતી.

કૌશલ દવેના કામોની વાત કરીએ તો, આ પહેલા વડોદરાની એમએસ યુનિવર્સિટી તેમજ અન્ય ઘણી કોલેજોની બોગસ ડિગ્રી બનાવીને મોટી મોટી ફી લેતી ટોળકીના સભ્ય, અને તેમાં પણ ભાજપના યુવા મોરચાના અગ્રણી કૌશલ દવે ની સંડોવણી બહાર આવી હતી ત્યારે વધુ વિવાદ સર્જાયો હતો. વિવાદ સર્જાતા કૌશલ દવેની પ્રદેશ કક્ષાએ નિમણૂક થઈ ગઈ હતી. જો કે તેની ઉંમર થઈ ગયા હોવા છતાં પણ નિમણૂક થતા પણ વિવાદ સર્જાયો હતો જેના કારણે તાત્કાલિક રાજીનામું આપવું પડ્યું હતું.

વિવાદોના કાળા વાદળો વચ્ચે ઘેરાયેલા કૌશલ દવેની ગુજરાતી યુવક બોર્ડમાં સ્ટેટ કન્વેટર તરીકે નિમણૂક થતા ફરી એક વખત વિવાદ સક્રિય થયો છે. જાણવા મળ્યું છે કે નિમણૂકમાં રાજકીય ફાયદાઓ સાથે આર્થિક ફાયદો પણ સરકાર દ્વારા કરી આપવામાં આવ્યો છે. સ્ટેટ કન્વીનર તરીકે કૌશલને દર મહિને એક લાખ રૂપિયા નો પગાર અને સાથોસાથ ગાડીની સુવિધા આપવામાં આવશે. આ વાતથી ભાજપના સન્નીષ્ઠ કાર્યકર્તાઓમાં પણ રોશની લાગણીઓ ઊભી થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *