કહેવાય છે ને કે મજબૂરી બધું જ કરાવે છે! પૂરના પાણીમાં ઓર્ડર આપવા પહોંચ્યો ડિલીવરી બોય, જુઓ ઈમોશનલ વીડિયો

Ahemdabad Viral Video: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અવનવા ઘણા વીડિયો વાયરલ થાય છે, જે તમે ઘણી વાર જોયા હશે. પરંતુ ક્યારેક હ્રદયને સ્પર્શી જાય તેવા પણ વિડીયો સામે આવતા હોય છે. ત્યારે હાલમાં આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ(Ahemdabad Viral Video) થઈ રહેલા વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો અમદાવાદનો છે. આવો અમે તમને જણાવીએ કે વીડિયોમાં શું જોવા મળે છે અને તમને એ પણ જણાવીએ કે વીડિયો સાથે કઈ માહિતી શેર કરવામાં આવી છે.

કેડ સુધીના પાણીમાં ડિલિવરી બોયએ કર્યું તેનું કામ
હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જ્યાં જુઓ ત્યાં તમને માત્ર પાણી જ દેખાશે. રસ્તાના કિનારે પાર્ક કરાયેલા વાહનો પણ પાણીમાં થોડા ડૂબી ગયા છે. અમુક જગ્યાએ પાણી ઓછું છે તો અમુક જગ્યાએ વધુ પાણી છે.

આ પાણીમાં એક ડિલિવરી બોય ચાલતો જોવા મળે છે, જે ઓર્ડર કરેલું ફૂડ પોતાના ગ્રાહક સુધી પહોંચાડવા જઈ રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ આ વીડિયોને અલગ અલગ એકાઉન્ટથી શેર કરી રહ્યા છે.

લોકોએ આપી પ્રતિક્રિયા
આ વીડિયોને @T_Investor_ નામના એકાઉન્ટ સાથે માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ X (અગાઉના ટ્વિટર) પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, ‘અમદાવાદમાં ભારે વરસાદ વચ્ચે ઝોમેટો ફૂડ ડિલિવરી કરી રહ્યું છે. હું દીપેન્દ્ર ગોયલને વિનંતી કરું છું કે આ મહેનતુ ડિલિવરી વ્યક્તિને શોધી કાઢો અને તેના સમર્પણ અને નિશ્ચય માટે તેને યોગ્ય પુરસ્કાર આપો.

અત્યાર સુધીમાં સુધી આ વીડિયોને 3 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. વીડિયો જોયા બાદ લોકોએ પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. એક યુઝરે લખ્યું- આવી સ્થિતિમાં ડિલિવરી રોકવી જોઈએ. અન્ય યુઝરે લખ્યું- તેમના માટે ખરાબ લાગે છે. ત્રીજા યુઝરે લખ્યું- આટલા વરસાદમાં કોણે ભોજન બનાવ્યું? ચોથા યુઝરે લખ્યું – તેમના સમર્પણ માટે તેમને સલામ. અન્ય યુઝરે લખ્યું- તેને મેનેજર બનાવો.