ગણેશ ચતુર્થીના સમય દરમ્યાન સુરતના આ સ્થળે ઝડપાયું મોતનો સામાન બનાવવાનું કારખાનું

સુરત શહેરમાં પોલીસ કમિશનરના આદેશ અનુસાર ગણેશ ચતુર્થી તહેવાર અનુસંધાને સુરત શહેરમાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે સખત સૂચનાઓ આપેલી છે. નવનિયુક્ત પોલીસ કમિશનરે તાત્કલિક PCB અને SOG એક્ટીવ કરીને સતત ગુનાખોરોને પોતાની અસલી જગ્યાએ મોકલી રહ્યા છે. એક અનુમાન અનુસાર અજય તોમરના આવ્યા બાદ અત્યાર સુધી 2000 થી વધુ ગુનેગારોને જેલહવાલે કરાયા છે.

આ અંતર્ગત આજરોજ તારીખ 23 ઓગસ્ટના રોજ પીસીબીના હેડ કોન્સ્ટેબલ સહદેવ ભાઈ તથા યોગેશભાઈ બાતમી મળી હતી કે પાંડેસરામાં અપેક્ષા નગરના પ્લોટ નંબર 215 માં રહેતો મનોજ લક્ષ્મી પ્રસાદ યાદવ નામનો વ્યક્તિ તેના મકાનમાં ગેરકાયદેસર તમંચા બનાવવાનું કારખાનું ચલાવે છે. આ કારખાના ચલાવવા ઉપરાંત તમંચા બનાવીને વેચે પણ છે.

પોલીસે બાતમીના આધારે આ જગ્યાએ રેડ કરતાં આરોપી મનોજ લક્ષ્મીપ્રસાદ યાદવ, ઉમર વર્ષ 32 રહેઠાણ: પ્લોટ નંબર 215 સંજય બિહારીના મકાનમાં, અપેક્ષા નગર, મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસીને ઝડપી પાડી તેના મકાનમાંથી એક દેશી હાથ બનાવટના તમંછો તથા એક જીવતું કારતૂસ જપ્ત કર્યા હતા.

આ ઉપરાંત તેની પાસેથી તમંચો બનાવવાના સાધનો મળીને કુલ ૧૫,૧૯૦નો મુદ્દામાલ કબજે કરી આ દેશી હાથ બનાવટના સાધનો જપ્ત કર્યા હતા. પોલીસ સ્ટેશનમાં આ વ્યક્તિ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *