દાનવીર કર્ણની ભૂમિ એટલે સુરત! પુરગ્રસ્ત નવસારી માટે મદદનો હાથ લંબાવ્યો- ઘરે ઘરે જઈને લોકોને કરી મદદ

સુરત(Surat): આપણે સૌ જાણીએ છીએ કે, સુરતને દાનવીર કર્ણની ભૂમિ એમનામ થોડી કહેવામાં આવે છે ત્યારે આજે પણ એ સુરતના લોકો આફત સમયે આગળ આવી ઉભા રહી લોકોની મદદ કરી રહ્યા છે. ત્યારે નવસારી(Navsari) ખાતે પુરથી અસરગ્રસ્ત પીડિત પરિવારોની વ્હારે ઉંભેળ ગામમાં રહેતો એક પરિવાર આગળ આવ્યો છે.

નવસારીની આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસી જવા પામ્યા હતા. ઘરમાં પાણી ભરાય જવાને કારણે લોકોના અનાજ-કપડાં સહિતની ઘરવખરી પણ પાણીમાં પલળી અને તણાઈ ગઈ હતી. નવસારી અને અંદરના રોડ-રસ્તાઓ આખો દિવસ માટે બંધ રહ્યા હતા. આખો દિવસ જ્યાં લોકોની હાલચાલ રહે છે તેવી શહેરની મુખ્ય બજારોમાં અતિભારે વરસાદને કારણે આખો દિવસ બંધ રહી હતી ત્યારે આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલા લોકોને ફૂડ પેકેટ્સ વિતરણ કરી સહાય પૂરી પાડવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લાના કામરેજ તાલુકામા આવેલ ઉંભેળ ગામ ખાતે એક પરિવાર દ્વારા પુરને કારણે અસરગ્રસ્ત થયેલા પીડિત પરિવારોને ફૂડ વિતરણ કરવામાં આવ્યું છે. 2000 કરતા વધુ ફૂડની કીટ તૈયાર કરી પુરને કારણે અસરગ્રસ્ત થયેલા પીડિત પરિવારોને વ્હારે ઉંભેળ ગામનો એક પરિવાર આગળ આવ્યો છે. જેમના મકાનોમાં પાણી તેમજ અનાજ તેમજ રસોડાની ખાવા-પીવાની ઘરવખરી પલળી ગઈ હોય તેવા પરિવારોને સહાય પૂરી પાડવામાં આવશે જે લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા જેને પગલે ઘરવખરીનો સામાન પલળી જવાને કારણે લોકોને જમવા માટે મોટી હાલાકીઓનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આ અગવડો ન સર્જાય તે માટે ઉંભેળ ગામના એક પરિવારના તમામ સભ્યો દ્વારા ફૂડ પેકેટના વિતરણ કામમાં લાગી ગયા હતા.

24 કલાક ભારે વરસાદની આગાહી:
હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, ખેડા અને અમદાવાદમાં વરસાદ થવાની સંભાવના સેવાઈ રહી છે. સાથે જ દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ વરસાદ પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. તથા સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગમાં પણ સારો એવો વરસાદ ખાબકી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *