હાલમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે અકસ્માતની આવી જ એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. સંપૂર્ણ પરિવાર અકસ્માતનો શિકાર થયો હતો. પૂરપાટ જઈ રહેલ કારને સામેથી આવી રહેલ વાહને અડફેટે લીધી હતી. ટક્કર એટલી ભયંકર હતી કે, કારની આગળની સીટ પાછળની સીટ સાથે ભેગી થઈ ગઈ હતી.
કારમાં સવાર 4 લોકો (3 પુરુષ, 1 મહિલા)ના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 7 લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં પતિ-પત્ની તથા પુત્રનો સમાવેશ થાય છે. ગેસ કટર વડે કચ્ચરઘાણ થઈ ગયેલી કારની બોડીને કાપીને મૃતદેહ તેમજ ઘાયલ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
અકસ્માત શુક્રવારની સવારે 5 વાગ્યાના સુમારે સર્જાયો હતો. પોલીસને જાણ થતાંની સાથે જ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. ત્યાં હાજર તમામ લોકોની મદદથી પોલીસ દ્વારા ઘાયલો તથા મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. આની સાથે જ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
આ પરિવાર દર વર્ષે શિવરાત્રિ પહેલા પુજા કરવા માટે ઘરે જાય છે. આ જ રીતે તેઓ પરિવાર તથા મિત્રો સહિત કુલ 11 લોકો કારમાં (MH02BT-8385)સવાર થઈને ગુરુવારની સવારે નીકળ્યા હતા. શુક્રવારની સવારે જયારે તે લોકો નેશનલ હાઇવે પર આવ્યા ત્યારે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલ વાહને અડફેટે લીધી હતી.
ઇજાગ્રસ્તોમાં 3 લોકોની હાલત નાજુક :
અકસ્માત એટલો ભયંકર હતો કે, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત સર્જાતા કારમાં ફસાયેલા લોકોને પોલીસ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા પણ 4 લોકોના ઘટનાસ્થળ પર મોત નીપજ્યા હતા. અકસ્માતમાં કારમાં સવાર 7 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા જેમાંત્રણની હાલત ખુબ નાજુક છે. આ ઘટના મહારાષ્ટ્રથી નેપાળ જઈ રહેલા પરિવાર સાથે ભિંડના મેહગાંવમાં સર્જાઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.