Virat Viral Video: આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી અને રેલ્વે વચ્ચે મેચ શરૂ થઈ છે. આ મેચમાં દિલ્હીની ટીમમાંથી વિરાટ કોહલી (Virat Viral Video) પણ રમી રહ્યો છે. ટીમ ઈન્ડિયાનો સુપરસ્ટાર વિરાટ કોહલી 13 વર્ષના લાંબા સમય પછી રણજી ટ્રોફી મેચ રમી રહ્યો છે. જેને લઈને દેશભરમાં તેના ફેન્સ ઘણા જ એક્સાઈટેડ છે. તેની એક ઝલક મેળવવા માટે ફેન્સ ક્રેઝી થઈ ગયા છે. ત્યારે એક ચાહક કોહલીને મળવા માટે મેદાન પર પહોંચી ગયો હતો. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
સુરક્ષા ઘેરો ઓળંગીને મેદાનમાં પ્રવેશી ગયો ચાહક
આજે દિલ્હીના કેપ્ટન આયુષ બદોનીએ રેલ્વે સામેની મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે રેલ્વેની ઈનિંગની 12મી ઓવર ચાલી રહી હતી ત્યારે એક ચાહક વિરાટ કોહલીને મળવા માટે સુરક્ષા ઘેરો ઓળંગીને મેદાનમાં પ્રવેશી ગયો હતો. તેને અચાનક દોડીને વિરાટના ચરણ સ્પર્શ કર્યા હતા. જે બાદ સુરક્ષાકર્મીઓ ત્યાં આવી પહોંચ્યા હતા. જેઓ આ ચાહકને પકડીને મેદાનની બહાર લઈ ગયા હતા.
અરુણ જેટલી સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં ફેન્સ પહોંચ્યા
જણાવી દઈએ કે, આજે વિરાટ કોહલીની રણજી મેચ જોવા માટે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં ફેન્સ પહોંચ્યા છે. સ્ટેડિયમની બહારથી ઘણા બધા વીડિયો સામે આવી રહ્યા છે. એક વીડિયોમાં જોઈ શકાય છે કે, સ્ટેડિયમની બહાર 2 કિમી લાંબી લાઈન છે.
સ્ટેડિયમના ગેટ નજીક નાસભાગ મચી ગઈ
આ મેચ માટે ડીડીસીએ દ્વારા લગભગ 10 હજાર દર્શકો માટે મેચ જોવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે ચાહકો માટે મેચ જોવાની ઓફર કરવામાં આવી છે, જેનો લાભ લેવા માટે હજારો લોકો ઉમટી પડ્યા છે.
A fan entered the ground to meet Virat Kohli & he touched Kohli’s feet#ViratKohli𓃵 #Kohli #GOAT𓃵 #ranjitrophy pic.twitter.com/OEgjwG6mzJ
— Aji Rasheed Ali (@rasheedaji84) January 30, 2025
વિરાટ કોહલીને જોવા માટે અરુણ જેટલી સ્ટેડિયમની બહાર સવારના 3 વાગ્યાથી જ ચાહકોની લાંબી લાઈન જોવા મળી. વધતી ભીડને કારણે સ્ટેડિયમના ગેટ નજીક નાસભાગ મચી ગઈ, અને ભારે ઉત્સાહ વચ્ચે ચાહકો મેચ જોવા માટે ઉત્સુક જોવા મળ્યા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App