જન્મદિને Virat Kohli ને તેના ચાહકની અનોખી ભેટ, હજારો બોલથી તૈયાર કરી…

મુંબઈ (Mumbai)ના એક ચાહકે વિરાટ કોહલી (Virat Kohli)ના જન્મદિવસના અવસર પર દિવાલ પર બોલ દ્વારા તેની તસવીર બનાવી હતી. આ તસવીર સોશિયલ મીડિયા(Social media) પર…

મુંબઈ (Mumbai)ના એક ચાહકે વિરાટ કોહલી (Virat Kohli)ના જન્મદિવસના અવસર પર દિવાલ પર બોલ દ્વારા તેની તસવીર બનાવી હતી. આ તસવીર સોશિયલ મીડિયા(Social media) પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ તસવીર 20 ફૂટ ઊંચી અને 20 ફૂટ પહોળી છે. ગુરસિત સિંહ(Gursit Singh) નામના ચાહકે આ આર્ટવર્ક બતાવ્યું છે. તેણે શનિવારે મુંબઈના કાર્ટર રોડ એમ્ફીથિએટરમાં 5000 બોલની મદદથી આ તસવીર બનાવી હતી. જ્યારે ગુરસિત આ તસવીર બનાવી રહ્યો હતો ત્યારે ચાહકો તેને જોતા જ રહી ગયા હતા.

ગુરસિતે સવારે આઠ વાગ્યે ચિત્ર બનાવવાનું શરૂ કર્યું અને લગભગ નવ કલાકની મહેનત પછી તેમાં સફળતા મેળવી. આ દરમિયાન વિરાટના બાળપણના કોચ રાજકુમાર શર્મા પણ ત્યાં હાજર હતા. તેણે કહ્યું કે તે અદ્ભુત હતું. હું ચોક્કસપણે આ વિરાટને મોકલીશ. આ જોઈને મને ખૂબ ગર્વ થાય છે. તેમને આટલો પ્રેમ મળતો જોઈને હું ખૂબ જ ખુશ છું.

આ અવસરે રમતગમતની અન્ય ઘણી હસ્તીઓ હાજર રહી હતી. જેમાં 94 વર્ષીય દોડવીર ભગવાન દેવી, ફૂટબોલર ગ્લેન માર્ટિન્સ અને અનવર અલી, ક્રિકેટર અનુજ રાવત અને સ્વિમર શ્રીહરિનો સમાવેશ થાય છે. આ દરમિયાન બોલિવૂડ એક્ટર અને કોહલીનો મોટો ફેન ઈશાન ખટ્ટર પણ ત્યાં હાજર હતો. કોહલીનો આ 34મો જન્મદિવસ છે. હાલમાં તે ભારતીય ટીમ સાથે ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ રમી રહ્યો છે.

કોહલીએ અત્યાર સુધીમાં 102 ટેસ્ટ, 262 વનડે અને 113 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેણે ટેસ્ટમાં 49.53ની એવરેજથી 8074 રન બનાવ્યા છે. જેમાં 27 સદી અને 28 અડધી સદી સામેલ છે. વનડેમાં તેણે 57.68ની એવરેજથી 12,344 રન બનાવ્યા છે. જેમાં 43 સદી અને 64 અડધી સદી સામેલ છે. આ સિવાય તેણે 113 T20 ઈન્ટરનેશનલ મેચોમાં 53.13ની એવરેજથી 3,932 રન બનાવ્યા છે. જેમાં એક સદી અને 36 અડધી સદી સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *