બોલીવુડના ઇતિહાસમાં જે અત્યાર સુધી નથી થયું એ હવે થશે- સુશાંત રાજપૂત બનશે પહેલો એવો સેલિબ્રિટી કે જે…

14 જુનના રોજ બોલિવૂડ ઇન્ડસ્ટ્રી માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતા. બોલિવૂડ એક્ટર શુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી હતી. સુશાંતની આત્મહત્યા પાછળનું કારણ હજી બહાર આવ્યું નથી. મુંબઇ પોલીસ તપાસ માટે તેના ઘરે પહોંચી છે. અહેવાલો અનુસાર, સુશાંતના ઘરના નોકરે પોલીસને ફોન કરીને આ અંગે માહિતી આપી છે.

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા થયા બાદ ચારેકોર તેમની મૃત્યુની જ ચર્ચા ચાલી રહી છે. બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં નિધનને 21 દિવસ વીતી ગયા છે. પરંતુ હજી પણ કોઈ તેમને ભૂલી શક્યુ નથી અને કદાચ સુશાંતની ખોટ ક્યારેય નહી પુરી શકાય. સુશાંતના ચાહકો તેને પ્રેમથી યાદ કરી રહ્યા છે. સુશાંતના ચાહકો તેમને જુદી જુદી રીતે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. સુશાંતના એક પ્રશંસકે તેમને વિશેષ શ્રદ્ધાંજલિ આપી છે. સુશાંતના એક ચાહકે તેના નામે એક તારો ખરીદી લીધો છે.

સુશાંત સિંહ રાજપૂતને સ્પેસ, ગેલેક્સી અને ચાંદ તારાઓ ખૂબ જ પસંદ હતા. સુશાંતે ચાંદ પર જમીન પણ લીધી હતી. જેને તે ટેલિસ્કોપ દ્વારા જોયા કરતો હતો. સુશાંતે તેને જોવા માટે 55 લાખ રૂપિયાનો ટેલીસ્કોપ લીધુ હતુ. જે તેના ઘરના બેઠક ખંડમાં રાખવામાં આવ્યુ હતુ. આ સાથે જ સુશાંતના એક ચાહકે પણ ટ્વીટ કર્યું છે કે તેણે સુશાંતના નામનો એક તારો રજિસ્ટર કરાવ્યો છે.

સુશાંતની આ પ્રશંસકનું ટ્વિટર એકાઉન્ટ રક્ષાના નામે છે. રક્ષા અમેરિકા રહે છે. તેણે પોતાના ટ્વીટ સાથે એક સર્ટિફિકેટ પણ શેર કર્યું છે. ટ્વિટ કરતા તેમણે લખ્યું કે, સુશાંત હંમેશા તારાઓનો શોખીન રહ્યો છે અને તેથી જ મે તેના નામનો એક તારો ખરીદ્યો છે જે હંમેશાં આ રીતે ચમકતો રહેશે.

રક્ષાએ શેર કરેલા પ્રમાણપત્ર મુજબ RA.22.121 પોઝિશનનાતારાનું નામ સુશાંતસિંહ રાજપૂત રાખવામાં આવ્યું છે. આ ટ્વીટ સોશિયલ મીડિયા પર હાલ ખુબજ વાયરલ થઈ રહ્યું છે.આ રીતે સુશાંતના પ્રશંસકે એક અલગ અંદાજથી તેને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

સુશાંતને 25 જૂન 2018માં આ જમીન તેમના નામે કરાવી હતી. જો કે તેમાં પણ આંતરરાષ્ટ્રીય સંધિઓ પણ છે, જે મુજબ તેને કાયદેસરની માલિકીનો હક માનવામાં આવતો નથી.કારણ કે પૃથ્વીની બહારની દુનિયા એ સમગ્ર માનવ જાતિનો વારસો છે અને તેના પર કોઈ એક દેશ કબજો ન હોઈ શકે.સુશાંત પ્રથમ અભિનેતા હતા જેમણે ચંદ્ર પર જમીન ખરીદી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *