મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો ચર્ચામાં છે. ત્યારે બુલઢાણામાં એક ખેડૂતે વૃક્ષ પર લટકીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. મહત્વની વાત એ છે કે મૃતક ખેડૂતે ભાજપનું ટી-શર્ટ પહેરીને ગળે ફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવ્યું.
મૃતક ખેડૂતની ઓળખ 38 વર્ષીય રાજુ તલવડેના રૂપમાં થઇ છે. રાજુએ ખટખેડ ગામમાં સવારે એક વૃક્ષની ડાળી સાથે કપડું બાંધી ગળેફાંસો ખાઇ લીધો. તેમણે પહેરેલા ટી-શર્ટમાં ભાજપનું ચિન્હ કમળ છપાયેલું છે. તેમજ ફરીથી અમારી સરકાર બનાવો. એવો નારો પણ લખેલો છે. આ ટી-શર્ટ ભાજપે તેમના કાર્યકર્તાઓને વહેંચી હતી.
ભાજપના સાથીપક્ષ શિવસેનાએ આ ઘટનાને ઘણી જ ગંભીર ગણાવી તમામ પક્ષોને ખેડૂતોની સમસ્યાને ગંભીરતાથી લેવા અપીલ કરી છે. શિવસેનાના ખેડૂત નેતા કિશોર તિવારીએ જણાવ્યું કે આ પ્રકારની ઘટનાઓ ખેતી પર ઉભા થયેલા ગંભીર સંકટનો સંકેત આપે છે. જો આગામી સરકાર નક્કર પગલાં નહીં ભરે તો આ સમસ્યા કાબૂ બહાર થઇ જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.