પત્ની સાથે બોલાચાલી થતા પતિએ ગટગટાવી લીધું એસીડ- બે માસુમ બાળકોએ નાની ઉંમરે ગુમાવી પિતાની છત્રછાયા

સુરત (ગુજરાત): સુરત(Surat) ના  જહાંગીરપુરા (Jahangirpura) ના વરિયાવમાં પત્ની સાથે થયેલ ઝઘડામાં એસિડ પી લેનાર બે સંતાનોનાના પિતાનું સિવિલ (Civil Hospital) માં સારવાર દરમિયાન મોત નીપજતા પોલીસ (Surat Police) દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. ફક્ત આટલું જ નહીં પણ મૃતકના મોટાભાઈ દ્વારા વેવાણ-સાળાએ માર મારતા દિનેશે આપઘાત કર્યો હોવાનો આક્ષેપ મુક્યો છે. ઘર જમાઈ તરિકે રહેતા દિનેશે પહેલા પણ બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

લોકડાઉન પછી દિનેશ બેકાર હતો:
ઓલપાડ પોલીસ જણાવે છે કે, શહેરના જહાગીરપુરા વરિયાવ ગામના રોહિતવાસમાં રહેતા દિનેશભાઇ ઠાકોરભાઈ ચૌહાણે રવિવારે વરિયાવમાં એસિડ પી લેતા તાત્કાલિક પાસેની ખાનગી તેમજ પછી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં મોડી રાત્રે દીનેશનું મોત થયું હતું. દિનેશના લગ્ન 12 વર્ષ અગાઉ થયા હતા. હાલમાં એને એક દીકરી તથા એક દીકરો છે. દિનેશ વોટર પ્રુફિંગ કામ કરતો હોવાથી લોક ડાઉન પછી ઘંધામાં મંદી આવતા બેકાર થઈ ગયો હતો.

પરિવારે આક્ષેપ લગાવ્યા:
મનહરભાઈ (મૃતકના મોટાભાઈ) જણાવે છે કે, દિનેશ ઘર જમાઈ તરીકે રહેતો હતો. છેલ્લા દોઢ-બે વર્ષથી બેકાર બન્યા પછી પત્ની સાથે ઝગડા થતા રહેતા હતા. કમાતો ન હોવાથી ઘર મારા નામ પર કરી દે એમ કહીને પત્ની તથા સાસુ દિનેશને મારતા હોવાનું પણ સામે આવ્યુ હતું.

આપઘાતના બનાવોમાં દિન-પ્રતિદિન સમગ્ર રાજ્યમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. ઘરકંકાસ, ઝઘડા અથવા તો અન્ય કોઈ નજીવા કારણોસર કેટલાક લોકો આપઘાતનું પગલું ભરીને પોતાનું અમુલ્ય જીવન ટૂંકાવી લેતા હોય છે ત્યારે હાલમાં પણ આવ જ એક ઘટનાને લઈ રાજ્યના સુરત શહેરમાંથી સમાચાર સામે આવી રહ્યા છે. સુરત શહેર તો જાણે ગુનાખોરીનું કેન્દ્ર બન્યું હોય એ રીતે દરરોજ કોઈને કોઈ ઘટના શહેરમાંથી સામે આવતી હોય છે, ચોરી, લુંટફાટ, હત્યા, આપઘાત જેવી અનેકવિધ ઘટનાઓ સામે આવતી હોય છે.

પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મુકતા દિનેશ વરિયાવ આવી ગયો હતો કે, જ્યાં આવીને પણ સાસરિયાઓ દ્વારા દિનેશને માર મારવામ આવી રહ્યો હતો. પહેલા પત્ની સાથેના ઝઘડામાં બે વખત આપઘાતનો પ્રયાસ કરનાર દિનેશે છેવટે માનસિક તણાવમાં એસિડ પી લેતા મોતને ભેટ્યો હોય તેમ કહી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *