વલસાડમાં બેફામ બન્યા અસામાજિક તત્વો- CCTVમાં કેદ થયા તોડફોડના લાઇવ દ્રશ્યો

વલસાડ(ગુજરાત): ગુજરાતમાં અવારનવાર અસામાજિક તત્વોનો આતંક જોવા મળે છે. સોશિયલ મીડિયામાં અવારનવાર આવા વિડીયો વાઈરલ થતા હોય છે. તેવો જ એક બનાવ વલસાડ જિલ્લાના ઉમરગામ…

વલસાડ(ગુજરાત): ગુજરાતમાં અવારનવાર અસામાજિક તત્વોનો આતંક જોવા મળે છે. સોશિયલ મીડિયામાં અવારનવાર આવા વિડીયો વાઈરલ થતા હોય છે. તેવો જ એક બનાવ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે (Ahmedabad mumbai National highway) પર આવેલી એક હોટલ(hotel) પર મોડી રાત્રે કેટલાક અસામાજિક તત્વો(Antisocial elements) એ તોડફોડ કરીને આતંક મચાવતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં, હોટલના કર્મચારીઓ પર હુમલા પણ કર્યો હતો. આ સમગ્ર ઘટના હોટેલના સીસીટીવી કેમેરામાં(CCTV camara) કેદ થઇ ગઈ છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ ઝડપથી વાયરલ (video viral on social media) થતો જોવા મળે છે.

મળતી માહિતી મુજબ, હોટેલ લજીજ નામની એક હોટેલ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર સ્થિત છે. રાત્રે કેટલાક સામાજિક તત્વો આ હોટેલ પર આવી પહોચ્યા છે. અને અચાનક જ હોટેલમાં તોડફોડ શરૂ કરવા લાગ્યા હતા. એટલું જ નહીં, હોટલના કર્મચારીઓ પર હુમલો પણ કર્યો હતો. બેફામ બનેલા અસામાજિક તત્ત્વોએ હોટેલ ના માલ સામાનને પણ નુકસાન પહોચાડ્યું હતું.

અસામાજિક તત્વોએ મચાવેલા આતંકના જીવંત દ્રશ્યો હોટેલની બહાર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. હોટેલના માલિક રાજુ પારવે વાપી ગીતાનગર નજીક એક ચાલીમાં તેઓ ભાડું માગવા માટે ગયા હતા. ત્યારે તેમની સાથે ત્યાં કેટલાક વ્યક્તિએ ઝઘડો કર્યો હતો. ત્યારબાદ તેમને ઈજા પહોચાડવાનો પણ પણ પ્રયાસ કર્યો હતો.

એટલું જ નહીં, એક ટોળું હોટેલ પર પહોંચી ગયું અને હોટેલમાં પણ પોતાનો આતંક શરુ કરી દીધો હતો. ત્યારબાદ પોલસને આ બાબતે હોટલ માલિક દ્રારા જાણ કરવામાં આવી હતી. જેને કારણે પોલીસે પણ જરૂરી કાર્યવાહી શરુ કરી છે. અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર લજીજ હોટલમાં અસામાજિક તત્ત્વોએ મચાવેલા આતંકના દ્રશ્ય સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *