સુરત | પલક ઝપકતાં જ ડ્રેસ-કુર્તિની દુકાનમાં મહિલા ચોરે કરી ચોરી; જુઓ ચોરીનો LIVE વિડીયો

Surat theft News: સુરતમાં ચોરીની સતત ઘટાનો સામે આવતી રહે છે. ત્યારે નાના વરાછામાં શ્યામધામ માર્કેટ ખાતે એક દુકાનમાં ચોરીની ઘટના સામે આવી હતી.જેમાં 3 મહિલાઓ ખરીદી કરવાના બહાને દુકાનમાં ઘુસી ચાલાકી પૂર્વક દુકાનદારની(Surat theft News) નજર ચૂકવી કુર્તી તથા મોબાઇલફોનની ચોરી કરી ફરાર થઇ જાય છે. જે સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા હતા. બાદમાં આ અંગે સરથાણા પોલીસમથકમાં ફરિયાદ આપતા સરથાણા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

કુર્તી અને મોબાઇલ ફોનની થઇ ચોરી
સુરતમાં નાના વરાછા વિસ્તારમાં સાડીઓની દુકાન આવેલી છે આ દુકાનોમાં મોટી સંખ્યામાં મહિલાઓ ખરીદી કરવા માટે આવતી હોય છે જેમાં આ મહિલાઓ વચ્ચે એક મહિલા ચોર ગેંગ સક્રિય થઈ છે ત્રણ જેટલી મહિલાઓ દુકાનદારની નજર ચૂકવી સાડીઓની ચોરી કરતી સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે.

આ સમગ્ર ઘટના સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલી શ્યામધામ સોસાયટીમાં 401 નંબરની પલ ડ્રેસીસ નામની કાપડની દુકાનમાં ઘટી હતી દુકાનની અંદર મહિલાઓ સાડી જોવાના બહાને આવે છે ત્રણ જેટલી મહિલાઓ દુકાને અંદર આવી એક બાદ એક સાડીઓ જોવાનો ડોળ કરે છે.. દુકાનદાર નું ધ્યાન વાતોમાં હોય છે ત્યારે એક મહિલા બાળક લઈને આવે છે અને બીજી મહિલાને આ બાળક સોંપે છે તે દરમિયાન એક મહિલા જે પાછળ સાડીઓ જોતી હોય છે તેમની આડી ઊભી રહી એક ડ્રેસનું કાપડ ફેલાવીને જોવા લાગે છે.

ઘટનાના સીસીટીવી આવ્યા સામે
તે દરમિયાન પાછળ ઊભેલી મહિલા કેટલીક સાડીઓ પોતાની પાસે રહેલી થેલીમાં મૂકી દે છે ત્યારબાદ વાતો કરી આ ત્રણેય મહિલા દુકાનમાંથી નીકળી અને ફરાર થઈ જાય છે. મહિલાઓના ગયા બાદ સ્ટોક ઓછો થયો હોવાની આશંકાએ દુકાનદારે સ્ટોક ચેક કર્યો હતો.. એમાં તેમને સ્ટોક ઓછો લાગતા સીસીટીવી ફૂટેજ તપાસીયા હતા.. એમાં આ ત્રણેય મહિલાઓ કરામત કરતી નજરે પડી હતી દુકાનદારે આ ત્રણેય મહિલાઓ વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી સરથાણા પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ શરૂ કરી છે.

પોલીસે તપાસ હાથ ધરી
આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા, જેમાં જોઇ શકાય છે કે, દુકાનમાં 3 મહિલા આવે છે જે બાદ કુર્તી જોવાના બહાને ત્યાં સ્ટેન્ડમાં રહેલી કુર્તી ચાલાકીપૂર્વક ચોરી કરી એક બેગમાં નાખી દે છે અને ત્યાં રહેલો મોબાઈલ ફોન પણ બેડમાં મૂકી દે છે.ત્યારે તે મહિલાના ગયા બાદ આ અંગે દુકાનદારને જાણ થતા દુકાનદારે સમગ્ર ઘટના અંગે સરથાણા પોલીસને જાણ કરી હતી. ત્યારે સરથાણા પોલીસે આ ત્રણેય મહિલા વિરુદ્ધ ચોરીની ફરિયાદ દાખલ કરી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.