આ ઇસમ કરતો હતો સુરતના આ વિસ્તારમાં નશાનો વેપાર, પોલીસે ફિલ્મી ઢબે દબોચ્યો

સુરત શહેરમાં દિનપ્રતિદિન યુવાધન નશાના રવાડે ન ચડે તથા નશાયુક્ત પદાર્થનું વેચાણ અટકાવવા માટે ના સતત પોલીસ સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ રેડ કરતું હોય છે. જે અંતર્ગત સુરત SOG એ પોલીસ કાર્યવાહી હાથ ધરીને સુરતના એક વિસ્તારમાંથી ડ્રગનો વેપાર કરતા દંપતીને પકડી પાડ્યા છે. અને વધુ તપાસ હાથ ધરી છે.

સુરત SOG પોલીસ ઇન્સ્પેક્ટર પી.આર. ચૌધરી તથા અન્ય પોલીસ કર્મીઓએ મહંમદ સલીમ ઉંમર વર્ષ 49 રહેઠાણ પતરાના છતવાળા મકાનમાં, રાજુ નગર સર્કલ, રાંદેર, સુરત તથા જોહરા બીબીના ઘરે રેડ કરતા તેની પાસેથી નશાકારક પદાર્થ મેફેડ્રોન નામના નશાકારક ડ્રગ્સની ૯ ગ્રામ માત્રા મળી આવી હતી. તેની કિંમત અંદાજે ૪૫ હજાર થાય છે. આ ઉપરાંત તેના મોબાઇલ મળીને કુલ ૬૫ હજારની મુદ્દાનો માલસામાન પકડી પાડ્યો હતો.

પોલીસે 45000 ના ડ્રગ્સના જથ્થા સાથે પત્ની પત્નીની ધરપકડ કરી લીધી છે. પોલીસે બંને વિરુદ્ધ એનડીપીએસ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરી છે. તેમણે ડ્રગ્સનો જથ્થો આપનાર આલમ ગોલ્ડન નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.

આ બનાવ બન્યા પછી પોલીસ સતર્ક બની હતી અને ડ્રગ સપ્લાયર મુખ્ય આરોપી સરફરાઝને શોધી કાઢવા માટે સુરત શહેરની પોલીસ પેટ્રોલિંગ કરી હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આ ગુનાનો વોન્ટેડ આરોપી નાનપુરા કાદરશાની નાળ સર્કલ પાસે,દરિયાઈ પાન એન્ડ કોલ્ડ્રિંક્સ નામની દુકાન પાસે આવવાનો હતો. ત્યારબાદ પોલીસે આ જગ્યાએ વોચ ગોઠવી તેની ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *