“ગુજરાતને મોટી સફળતા, વાયરસ સામે લડવા ગુજરાતના વૈજ્ઞાનિકોએ શોધી આ ખાસ દવા”- વિજય રૂપાણી

સમગ્ર દેશમાં કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો છે. જેના કારણે દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની વેક્સીન શોધવામાં આવી રહી છે. ત્યારે આ વચ્ચે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકોને કોરોના વાયરસની જીનોમ સીકવન્સ મળી આવ્યા છે. કોરોનાના 100 જેટલા જીનોમ સિકવન્સ મળી આવતા હવે ગુજરાતમાં આશાનું કિરણ જાગ્યું છે. આ અંગે મુખ્યમંત્રી વિજય રુપાણીએ સોમવારે સાંજે ટ્વીટ કરીને માહિતી આપી હતી.

ટીમના સભ્યોએ મીડયા સાથે વાતચીત કરતાં કહ્યું કે, હાલમાં એનાલિસિસ હજુ ચાલુ છે અને નક્કર પરિણામો માટે વધુ સમય લેશે. આ સીકવન્સ દ્વારા વાયરસના પરિવર્તન માટેના હોટસ્પોટને ઓળખવામાં સક્ષમ થયા છીએ. અમદાવાદ જેવા આ હોટસ્પોટની લાક્ષણિકતાઓ સંશોધનકર્તાઓને રસી વિકસિત કરવામાં મદદ કરશે.

સીએમ વિજય રુપાણીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, ‘કોરોનાની રસી બનાવવા ખૂબ ઉપયોગી થાય તેવા 100થી વધારે કોવિડ 19ના જીનોમ સિકવન્સ ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યા છે’.

આ કામ સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું છે કે, ‘જ્યાં મૃત્યુદર વધારે હતો તેવા વિસ્તારોમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. મોટાભાગના સેમ્પલ અમદાવાદમાંથી લીધા છે, જ્યાં ગુજરાત રાજ્યના સૌથી વધુ કેસ અને મૃત્યુદર નોંધાયો છે. અમે આ સેમ્પલોમાં રાજકોટ, જામનગર, ભાવનગર, વડોદરા, સુરત અને સાબરકાંઠા જેવી જગ્યાઓનો પણ સમાવેશ કર્યો હતો.’

મળતી માહિતી અનુસાર, સંશોધનકર્તાઓએ જણાવ્યું કે, આ અભ્યાસનો હેતુ મ્યૂટેશન માટે હોટસ્પોટની ઓળખ કરવાનો હતો. ‘જ્યારે પણ આ રસી વિકસિત થાય છે ત્યારે આવા હોટસ્પોટની વિશેષતાઓ નિર્ણાયક બની જાય છે. અમે જોયું છે કે ગુજરાતમાં 80થી 85 ટકા મ્યૂટેશન અમદાવાદ જેવા હોટસ્પોટમાંથી છે.’

ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરના ડિરેક્ટર પ્રો. ચૈતન્ય જોશી અને જોઈન્ટ ડિરેક્ટર ડો. માધવી જોશીની આગેવાનીમાં GBRC ખાતે એક ટીમે ગુજરાતભરમાંથી નોવેલ કોરોના વાયરસના સેમ્પલનું સીક્વન્સિંગ શરુ કર્યું છે. જે રસી વિકસિત કરવામાં મદદ કરશે. GBRC નોવેલ કોરોના વાયરસની જિનોમ સીકવન્સિંગને પૂર્ણ કરનારી ભારતની પ્રથમ સરકારી લેબોમાં સામેલ છે. સેન્ટરે રસી વિકસિત કરવા સહિતનાી બાયોલોજિકલ રિસર્ચ માટે રાજ્યની ત્રણ લેબ સાથે પણ MoU કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *