ગેસ સિલિન્ડર ભરેલા ટ્રકમાં લાગી ભીષણ આગ: કિલોમીટર દૂર સુધી સંભળાયો ધમાકો

LPG cylinder Blast: ગાઝિયાબાદમાં શનિવારે વહેલી સવારે એલપીજી સિલિન્ડર ભરેલા ટ્રકમાં આગ લાગી ગઈ હતી. સિલિન્ડર ફાટવાના અવાજથી વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. ટીલામોડ પોલીસ સ્ટેશન વિસ્તારના રોડ પર ગેસ સિલિન્ડર ભરેલ ટ્રકમાં (LPG cylinder Blast) આગ લાગી ગઈ છે. અગ્નિશામક વિભાગને સવારે 4.45 વાગે આગ લાગવાની સૂચના મળી હતી. ઘટના વિષે જાણ થતા સ્થળ પર અગ્નિશામક વિભાગની 8 ગાડીઓ આગને નિયંત્રિત કરવામાં જોડાઈ ગઈ છે.

2 થી 3 કિલોમીટર સુધી અવાજ સંભળાયા
વીડિયોમાં ધડાકાઓના અવાજ સાંભળી શકાય છે, જે દુર્ઘટના સ્થળથી 2 થી 3 કિલોમીટર સુધી સંભળાયા હતા. ભોપુરા ચોકમાં ગેસ સિલિન્ડર ભરેલા ટ્રકમાં ભીષણ આગ લાગવાથી તે વિસ્તારના લોકોમાં ડરનો માહોલ છે.

ટ્રક સુધી નથી પહોંચી રહ્યા અગ્નિશામક દળના અધિકારી
દુર્ઘટના વિશે જાણકારી આપતા સીએફઓ રાહુલ કુમારે જણાવ્યું કે ભુપૂરા ચોકમાં ગેસ સિલિન્ડર ભરેલા ટ્રકમાં ભીષણ આગ લાગી ગઈ છે. ફાયર વિભાગના અધિકારી અને કર્મચારીઓ ઘટના હાજર છે પરંતુ ધમાકાઓને કારણે અગ્નિશામક વિભાગના કર્મચારી ટ્રક સુધી પહોંચી શક્યા નથી. સિલિન્ડરમાં ધમાકાના અવાજો આસપાસના ઘણા કિલોમીટર સુધી સંભળાયા છે.

ટ્રકમાંથી ઉઠી રહી છે આગની જ્વાળા
ઘટના સ્થળેથી જે વિડિયો સામે આવ્યો છે, તેમાં ટ્રકમાંથી આગની ઊંચી જવાળાઓ ઉઠી રહી છે. એક પછી એક સિલિન્ડર ફાટી રહ્યા છે. ઘટના સ્થળે અગ્નિશામક વિભાગના કર્મચારીઓ આગ બુજાવવાના પ્રયાસ કરી રહ્યા છે.