સુરત(Surat): શહેરમાં સિટી બસ બધા જ વિસ્તારોમાં ચાલે છે. પરંતુ ગોડાદરા(Goddara) વિસ્તારમાંથી પસાર થતી સિટી બસમાં શોર્ટસર્કિટ(short circuit) થતાં અચાનક જ આગ લાગી હતી. આ ઘટનામાં બસ બળીને ખાક થઈ ગઈ હતી. અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી.
સિટી બસમાં શોર્ટસર્કિટથી અચાનક લાગી આગ
મળતી માહિતી મુજબ, સુરતના ગોડાદરાથી ચોકબજાર જતી બ્લૂ કલરની સિટી બસ [GJ05BX 3225]માં આગ લાગી હતી. એને લઈને ઘટના સ્થળે અફરાતફરી મચી જવા પામી હતી. બસ ગોડાદરાથી ચોકબજાર જઈ રહી હતી. એ વચ્ચે શોર્ટસર્કિટ થતાં બસમાં આગ લાગી હતી.
View this post on Instagram
બસમાં આગ લાગતાં જ મુસાફરોને ઉતારી દેવામાં આવ્યા હતા. જોકે પળભરમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની આ ઘટનામાં બસ સંપૂર્ણપણે બળીને ખાક થઇ ગઈ હતી. તો બીજી તરફ આ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી.
ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આગ પર પાણીનો મારો ચલાવી ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો હતો, પરંતુ ત્યાં સુધીમાં બસ બળીને ખાક થઇ ગઈ હતી. ફાયર વિભાગે જણાવ્યું હતું કે સવારે બસમાં આગ લાગ્યાનો કોલ મળ્યો હતો.
ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. બસના એન્જિનમાં શોર્ટસર્કિટ થયા બાદ આગ લાગ્યાનું અનુમાન છે તેમજ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.