વિરમગામથી હાર્દિક પટેલે કહ્યું- AAP ને એકય સીટ નહિ મળે અને ભાજપ 150 સીટો સાથે…

gujarat election 2022 – થોડા જ સમયમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થશે. આજે પ્રધાનમંત્રી મોદી સહિત અનેક દિગ્ગજ નેતાએ મતદાન કર્યું હતું.…

gujarat election 2022 – થોડા જ સમયમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થશે. આજે પ્રધાનમંત્રી મોદી સહિત અનેક દિગ્ગજ નેતાએ મતદાન કર્યું હતું. આજરોજ હાર્દિક પટેલે મતદાન કરીને નિવેદન આપ્યું હતું કે આમદની પાર્ટીની એક પણ સીટ નહીં આવે, અને ભારતીય જનતા પાર્ટી વિશાળ માર્જિન સાથે સરકાર બનાવશે.

વિરમગામથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હાર્દિક પટેલ મત આપવા મતદાન કેન્દ્રએ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે વાતચીત કરતા જણાવ્યું હતું કે ‘ભારતીય જનતા પાર્ટીને 150 સીટ મળશે.’ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ‘ગુજરાત રાજ્યમાં કોઈ પણ પ્રકારની ત્રિકોણીય હરિફાઈ દેખાતી નથી.’

પોતાની જીત અંગે શું કહ્યું?
હાર્દિક પટેલે પોતાની જીત અંગે જણાવતા કહ્યું કે, ‘અહીંયા આમ આદમી પાર્ટીના ઉમેદવારને કોઈ જાણતું પણ નથી, તો ક્યાંથી જીતશે.’ વધુમાં તેમણે કહ્યું હતું કે, ‘ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને એક બેઠક મળે તો પણ ખૂબ જ મોટી વાત છે.’

તમને જણાવી દઈએ કે આજરોજ હાર્દિક પટેલે ચંદ્રનગર પ્રાથમિક શાળા ના મતદાન મથક 264 પર પોતાનો વોટ આપ્યો હતો. મતદાન બાદ વાતચીત કરતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ‘ગુજરાતમાં સરકાર બન્યા બાદ સુરક્ષા અને સુશાસનના મોડલને વધુ મજબૂત બનાવવાનું કાર્ય હાથ ધરવામાં આવશે.’ સાથે જ હાર્દિક પટેલે કહ્યું કે, ‘ગુજરાતની જનતા વિકાસને મત આપશે. ભારતીય જનતા પાર્ટી 150 બેઠકો અને વિશાળ માર્જિન સાથે સરકાર બનાવશે, ગુજરાતની જનતાને ભારતીય જનતા પાર્ટી પર પૂરેપૂરો વિશ્વાસ છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *