The Fireman Was Badly Burned: દર વર્ષે ઉત્તરાયણના પર્વ દરમિયાન અનેક અબોલ પશુ-પક્ષીઓ દોરીના કારણે ઇજાગ્રસ્ત થતા હોય છે. જેને બચાવવા માટે ફાયર વિભાગ અને તેમની ટીમ સતત કાર્યરત રહેતી હોય છે. ફાયર વિભાગના કર્મચારીઓ આ પશુ- પક્ષીઓને બચાવવા માટે પોતાનો જીવ પણ જોખમમાં મુકતા ખચકાતા નથી. ત્યારે બોપલ-ઘુમા રોડ પર આવેલા દેવ રેસીડેન્સી પાસે આજે દુઃખદ બનાવ બન્યો છે. આજે સવારે હાઈ ટેન્શન લાઈનમાં ફસાયેલા પક્ષીને બચાવવા જતા ફાયર બ્રિગેડના કર્મચારી(The Fireman Was Badly Burned)એ જીવ ગુમાવ્યો છે. ફાયર જવાનનું ઘટનાસ્થળે જ મોત થયા અંગે જાણ થતા ફાયર બ્રિગેડના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
શું હતી ઘટના?
આ ઘટના અંગે ફાયર બ્રિગેડમાંથી મળતી માહિતી મુજબ આજે સવારે બોપલ ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે, બોપલ-ઘુમા રોડ ઉપર દેવ રેસીડેન્સી પાસે હાઈ ટેન્શન વાયરની લાઈન પર એક પક્ષી ફસાઈ ગયું છે. આથી બોપલ ફાયર સ્ટેશનના કર્મચારી અનિલ પરમાર તેમના સ્ટાફની સાથે બર્ડ રેસક્યુ કોલ એટેન્ડ કરવા માટે સ્થળ પર પહોંચ્યા હતા તે દરમિયાન ફાયર જવાન અનિલ પરમાર પક્ષીને ઉતારવા પ્રયાસ કરી રહ્યા હતા,ત્યારે તેમનો હાથ હાઈ ટેન્શન વાયરને અડી જતાં ત્યાં જ ચોંટી ગયા હતા. ફાયર જવાન હાઈ વોલ્ટેજ શોક લાગતા ભડભડ સળગી ઉઠ્યા હતા. આ દ્રશ્ય જોઈ તાત્કાલિક સહકર્મીઓ દ્વારા તેમને બચાવવા માટેના પ્રયત્નો કર્યા હતા, પરંતુ તેમને બચાવી શક્યા નહોતા. ફાયર બ્રિગેડના સ્ટાફે દોરડા વડે મૃતક જવાનને નીચે ઉતારવાનો પ્રયત્ન કર્યો હતો.
મૃતકના પરિવાર પર આભ ફાટ્યું
મળતી માહિતી અનુસાર ફાયર બ્રિગેડના કર્મચારી મૃતક અનિલ પરમાર મૂળ સાણંદના રહેવાસી હતા. તેઓના પરિવારમાં તેમની પત્ની અને એક બાળક છે. આ ઘટના અંગે તેમના પરિવારને જાણ કરી દેવામાં આવી છે. આ સમગ્ર ઘટના બનતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
પક્ષીને બચાવવા જતા ગુમાવ્યો જીવ, અમદાવાદના ફાયરકર્મી ઇલેક્ટ્રિક વાયર સાથે ચોંટી જતાં મોત#Ahmedabad #FireDepartment #Gujarat #News #Trending #Newsupdates #Video #BreakingNews #LatestNews #trishulnews pic.twitter.com/4HFvcIZz7y
— Trishul News (@TrishulNews) January 16, 2024
ફાયર વિભાગની કાર્યવાહી
આ ઘટના મામલે તાત્કાલિક ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયા સહિત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તેમજ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. જેના પગલે તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઉપરાંત હાઈ ટેન્શન વાયરની લાઈન બંધ કર્યા વગર ફાયર કર્મચારીઓ કેમ કામ કરવા લાગ્યા તે અંગે હાલ તપાસ શરૂ કરવામાં આવી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube