અમદાવાદના નારોલ રોડ પર કાર અને ડમ્પર વચ્ચે સર્જાયો જીવલેણ અકસ્માત: 1 કમકમાટી ભર્યું મોત

Ahemdabad Accident: ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ગઈકાલે અમદાવાદ શહેરના નારોલ-જુહાપુરા વચ્ચે ડમ્પર ચાલકે કારને જોરદાર ટક્કર મારી હતી. મળતી માહિતી અનુસાર, આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. ઘટનાને પગલે લોકોના ટોળા(Ahemdabad Accident) એકઠા થયા હતા અને રોડ પર ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા. હાલ પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.

3 લોકોના મોત
અમદાવાદ શહેરમાં બસ ચાલકો અને ડમ્પર ચાલકો બેફામ બન્યા છે. આ ડમ્પરો દ્વારા અવાર-નવાર લોકોને કચડી નાખવાની ઘટનાઓ બનતી રહે છે. અગાઉ પણ પીરાણા સર્કલ નજીક ડમ્પરે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.ત્યારે આજે ફરી એકવાર ડમ્પર ચાલકે એક કારણે અડફેટે લેતા ત્રણ લોકોના ઘટનાસ્થળ પર કમકમાટીભર્યા મોત થયા હતા.

લોકોનું ટોળું એકત્ર થયું
અકસ્માતની આ ઘટના સર્જાતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા.તેમજ ઘટનાના પગલે લોકોએ પોલીસ તથા 108ની ટીમને જાણ કરતા પોલીસની ટિમ ઘટનાસ્થળ પર પહોંચી હતી.જે બાદ આ અકસ્માતની નોંધ લઇ મૃતદેહને હોસ્પિટલ મોકલવાની તજવીજ હાથ ધરી હતી.ત્યારે આ અકસ્માતમાં મોતના પગલે મૃતકના પરિવારમાં ભારે આક્રન્દ છવાઈ ગયો હતો.

અકસ્માતની ઘટનાની વણજાર
રાજ્યમાં છેલ્લા ઘણાં દિવસોથી અકસ્માતની ઘટના વધુ બની રહી છે. ગઈકાલે રાજ્યમાં ત્રણ ગોઝારા માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના જીવ ગયા છે. બગસરા-જેતપુર હાઈવે પર ખાનગી બસ પલટી મારી જતા બે લોકોના મોત થયા હતા. બીજો અકસ્માત જામનગરના નારણપર ગામના પાટીયા નજીક કાર અને બાઈક વચ્ચે સર્જાયો હતો. જેમાં બાઈકમાં સવાર પતિ-પત્ની મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ત્રીજી ઘટનામાં કલોલ-અડાલજ હાઈવે પર શેરથા નજીક પસાર થઈ રહેલ મોપેડને ટ્રકે ટક્કર મારી હતી. જેમાં મોપેડ ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું.